





























Featured posts


ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંકુલમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૬ માં મોરબી જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

આ રમતગમત મહોત્સવમાં મોરબી જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટશ્રી દીપ ભૂપેન્દ્રભાઈ પટેલે શૂટિંગ ક્ષેત્રે મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના ચાર ઝોનના હોમગાર્ડ્ઝ જવાનો માટે યોજાયેલા આ દ્વિ-દિવસીય રમત મહોત્સવમાં ૧૦૦ થી ૪૦૦ મીટર દોડ, રસાખેંચ અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર ઝોન વતી ભાગ લેતા મોરબીના કમાન્ડન્ટશ્રી દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાના ખ્યાતનામ શૂટર તરીકે પિસ્તોલ શૂટિંગમાં (સેન્ટર ફાયર અને સ્ટાન્ડર્ડ પિસ્તોલ) પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું.

તેમની આ રમતગમતની પ્રતિભાને બિરદાવતા રાજ્યના નાણા, ગૃહ અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝના વડા ડાયરેક્ટર જનરલ ડો. સમશેરસિંઘ (IPS) ના વરદ હસ્તે તેમને વિશેષ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

આ ગૌરવવંતા અવસરે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ હોમગાર્ડ્ઝ દળનું નામ રોશન કરવા બદલ રાજ્યના ડાયરેક્ટર જનરલશ્રીએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.














કર્ણાટકમાં આવેલું આ બંદર દેશના મહત્વના પોર્ટ્સમાંનું એક છે, જ્યાંથી એલપીજી સહિતના ઈંધણનો પુરવઠો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અપોલો ઓશન નામનું એલપીજી વહન કરતું જહાજ ન્યૂ મેંગલોર પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ ઘટનાને ઊર્જા સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારત માટે રાહતજનક સમાચાર
કર્ણાટકમાં આવેલું આ બંદર દેશના મહત્વના પોર્ટ્સમાંનું એક છે, જ્યાંથી એલપીજી સહિતના ઈંધણનો પુરવઠો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં ‘અપોલો ઓશન’નું સમયસર આગમન ભારત માટે રાહતજનક માનવામાં આવે છે.

આ ગેસ પુરવઠો મહત્વનો સાબિત થશે
આ જહાજ દ્વારા લાવવામાં આવેલા એલપીજીના જથ્થાને ઘરેલુ તેમજ ઔદ્યોગિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગેસની માગને પહોંચી વળવા માટે આ પુરવઠો મહત્વનો સાબિત થશે. પોર્ટ અધિકારીઓએ જહાજના આગમનને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા અને તકેદારીના પગલા લીધા હતા. હાલમાં માલ ઉતારવાની પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે.

વિશ્વભરમાં ઊર્જા સંકટની શક્યતાઓ વચ્ચે ભારત પોતાના પુરવઠાને મજબૂત રાખવા માટે વિવિધ સ્ત્રોતોથી આયાત વધારી રહ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભારત મુશ્કેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ વચ્ચે પણ ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા સજ્જ છે.














પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી.
મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે લોકોને ભડકાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથીઃ મંત્રાલય
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે, ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર અને પાચમો સૌથી મોટો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો નિકાસકાર છે. 150થી વધુ દેશોને ભારત રિફાઇન્ડ ફ્યુઅલ પુરું પાડે છે. દેશમાં 1 લાખથી વધુ પેટ્રોલ પંપ સતત કાર્યરત છે અને કોઈ પણ પંપને સપ્લાય રેશન (નિયંત્રિત વિતરણ) કરવાનું કહેવામાં આવ્યું નથી.

વીડિયોને કારણે પેટ્રોલ પંપ પર લાગી હતી લાઈનો
વિશ્વના અન્ય ઘણા દેશોમાં પેટ્રોલની કિંમતો વધી રહી છે, રેશનિંગ (નિયંત્રિત વિતરણ) લાગુ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમ છતાં ભારતમાં આવી કોઈ જરૂરિયાત નથી.

કેટલાક સ્થળોએ પેનિક બાયિંગના કારણે ભીડ જોવા મળી તે માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ખોટા વીડિયોને કારણે હતી. તેમ છતાં તે તમામ પંપ પર બધા ગ્રાહકોને ફ્યુઅલ આપવામાં આવ્યું.’ભારતને 41થી વધુ સપ્લાયર્સ પાસેથી મળી રહ્યું છે ક્રૂડ ઓઇલ’

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વિકટ સ્થિતિ છતાં ભારતને વિશ્વના 41થી વધુ સપ્લાયર્સ પાસેથી વધુ ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પુરતી માત્રામાં ક્રૂડ ઉપલબ્ધ છે અને દરેક રિફાઇનરી 100%થી વધુ ક્ષમતાએ કામ કરી રહી છે. આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઇલની સપ્લાય પહેલેથી જ સુરક્ષિત કરી લેવામાં આવી છે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં કુલ 74 દિવસની રિઝર્વ ક્ષમતા છે અને હાલમાં આસપાસ 60 દિવસનો વાસ્તવિક સ્ટોક (ક્રુડ, પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટેજિક કેવર્ન સહિત) ઉપલબ્ધ છે. આ મધ્ય પૂર્વ સંકટના 27મા દિવસે પણ દેશ પાસે લગભગ બે મહિનાનો સ્ટોક છે. આગામી બે મહિનાની ક્રૂડ ખરીદી પણ પહેલેથી સુરક્ષિત છે.

‘LPGની પણ કોઈ અછત નથી’
LPGની કોઈ અછત નથી. LPG કંટ્રોલ ઓર્ડર પછી રિફાઇનરીઓમાં ઉત્પાદન 40% વધારીને રોજિંદા 50 હજાર મેટ્રિક ટન કરવામાં આવ્યું છે જે કુલ જરૂરિયાતના 60%થી વધુ છે. આયાતની જરૂરિયાત માત્ર 30 હજાર મેટ્રિક ટન રહી છે.

અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 800 હજાર મેટ્રિક ટન LPGના કાર્ગો પહેલેથી જ સુરક્ષિત છે અને આવી રહ્યા છે. રોજ 50 લાખથી વધુ સિલિન્ડર્સ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પેનિકના કારણે માંગ વધીને 89 લાખ સુધી પહોંચી હતી, જે હવે સામાન્ય 50 લાખ પર આવી ગઈ છે.

અફવા ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે PNGને પ્રોત્સાહન આપવું એ LPG અછતને કારણે નહીં, પરંતુ તે સસ્તું, સ્વચ્છ અને સુરક્ષિત હોવાથી છે. આ પરિવર્તન 2014થી જ ચાલી રહ્યું છે. મંત્રાલયે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સરકારી સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરે.










વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે.

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે(CCPA) આ પ્રકારની વસૂલાતને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ (Unfair Trade Practice) ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.
ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, હવેથી કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ કે ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં.

ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહીની ચેતવણી
CCPAએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 10 હેઠળ નવી એડવાઇઝરી જાહેર કરતાં નિર્દેશ આપ્યો છે કે, આવા કોઈ પણ ચાર્જ ઓટોમેટિક કે ડિફોલ્ટ રીતે વસૂલી શકાશે નહીં.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન(NCH) પર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોર્ટ્સના આધારે જાણવા મળ્યું હતું કે, કેટલીક હોટલો મેનુ કાર્ડમાં દર્શાવેલી કિંમતો અને ટેક્સ ઉપરાંત અલગથી ગેસ ચાર્જ વસૂલી રહી હતી. સરકારનું માનવું છે કે આનાથી પારદર્શકતાનો અભાવ સર્જાય છે અને ગ્રાહકો પર આર્થિક બોજ વધે છે. જો કોઈ હોટલ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મેનુમાં દર્શાવેલી કિંમત જ અંતિમ ગણાશે
સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇંધણ, LPG, વીજળી કે અન્ય ઓપરેશનલ ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો જ એક ભાગ છે. આ ખર્ચને અલગથી વસૂલવાને બદલે તેને મેનુમાં આપેલી વાનગીઓની કિંમતમાં જ સામેલ કરવા જોઈએ.

ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2(47) મુજબ અલગથી ચાર્જ લેવો એ ગેરકાયદેસર છે. એડવાઇઝરીમાં જણાવાયું છે કે મેનુમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત હોવી જોઈએ, જેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ જ અલગથી ઉમેરી શકાય છે.













કુદરતે શું ધારી છે! ભર ઉનાળે ફરી માવઠાની આગાહી! અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ધમધોખતા તાપમાં માવઠાની આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. મહત્વનું છે કે રાજ્યમાં ગત 19 અને 20 માર્ચે આંધી વંટોળ સાથે વરસાદે ઘણા તાલુકાઓમાં કહેર વરસાવ્યો હતો, જેમાં ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું હતું.

30 થી 40 કિમી પ્રતિ કલાક
હવામાન ખાતાની આગાહી મુજબ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના વાતાવરણ પર અસર કરશે. આ સિસ્ટમના કારણે જ માર્ચના અંતમાં કમોસમી વરસાદી માહોલ સર્જાશે. જો કે, રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હલચલ જોવા મળશે.

દરિયામાં સર્જાનારી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે, આગાહી દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગરમીની વાત કરીએ તો, હાલમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 30 ડિગ્રી, અમદાવાદમાં 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. બીજી તરફ, કંડલામાં લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાતા રાત્રિના સમયે સામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે.















મોરબી : શ્રી રામનવમીના પાવન અવસરે આજે મોરબી સહિત સમગ્ર દેશભરમાં હિન્દૂ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબી શહેરમાં પણ હિન્દૂ સમાજના તમામ વર્ગોના લોકો સ્વયંભૂ રીતે વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર શહેર ભક્તિભાવ, ઉત્સાહ અને જય શ્રીરામના ગુંજતા નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જયઘોષ, ધાર્મિક ધ્વજો, ડીજેના ભક્તિમય સૂર અને વિવિધ આકર્ષક ઝાંખીઓએ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.

મોરબીના મુખ્ય માર્ગો પર ભગવા ધ્વજોની શોભા જોવા મળી હતી અને સમગ્ર શહેરમાં ભક્તિ, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડા પાણી, શરબત અને પ્રસાદના સ્ટોલ પણ ગોઠવાયા હતા.

આ ભવ્ય શોભાયાત્રાએ હિન્દૂ સમાજની એકતા, શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાનું ભવ્ય પ્રતિક રજૂ કર્યું હતું. રામનવમીના આ પાવન પર્વે મોરબી શહેરે ભક્તિ અને ઉત્સાહનો અદભૂત દ્રશ્ય સર્જી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું.















ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંકુલમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૬ માં મોરબી જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

આ રમતગમત મહોત્સવમાં મોરબી જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટશ્રી દીપ ભૂપેન્દ્રભાઈ પટેલે શૂટિંગ ક્ષેત્રે મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના ચાર ઝોનના હોમગાર્ડ્ઝ જવાનો માટે યોજાયેલા આ દ્વિ-દિવસીય રમત મહોત્સવમાં ૧૦૦ થી ૪૦૦ મીટર દોડ, રસાખેંચ અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર ઝોન વતી ભાગ લેતા મોરબીના કમાન્ડન્ટશ્રી દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાના ખ્યાતનામ શૂટર તરીકે પિસ્તોલ શૂટિંગમાં (સેન્ટર ફાયર અને સ્ટાન્ડર્ડ પિસ્તોલ) પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું.

તેમની આ રમતગમતની પ્રતિભાને બિરદાવતા રાજ્યના નાણા, ગૃહ અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝના વડા ડાયરેક્ટર જનરલ ડો. સમશેરસિંઘ (IPS) ના વરદ હસ્તે તેમને વિશેષ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

આ ગૌરવવંતા અવસરે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ હોમગાર્ડ્ઝ દળનું નામ રોશન કરવા બદલ રાજ્યના ડાયરેક્ટર જનરલશ્રીએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.















દ્વારકા સ્થિત વ્રજ હોસ્પિટલ દ્વારા પુત્ર શ્રેષ્ઠના છઠ્ઠા જન્મદિનના પાવન અવસર નિમિત્તે સમાજહિતમાં એક સરાહનીય સેવા પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મફત માઈનર ઓપરેશન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં માઈનર ઓપરેશન તેમજ ઓપરેશન સંબંધિત જરૂરી રિપોર્ટ્સ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. સાથે સાથે દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

કેમ્પનું આયોજન ખંભાળિયાના જાણીતા જનરલ સર્જન ડૉ. પ્રકાશ ધારવિયા તથા દ્વારકાના સેવાભાવી ડૉ. સાગર કાનાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જન્મદિનની ઉજવણીને સેવા સાથે જોડવાની આ પહેલ સમાજમાં વિશેષ પ્રશંસનીય બની છે.

કેમ્પ દરમિયાન તલ, મસા, કપાળી, સ્પોડો, કાનની બટ તેમજ વિંધી કે સાંધવી જેવા માઈનર ઓપરેશન મફત કરવામાં આવશે.
કેમ્પની વિગતો:
📅 તારીખ: 15/02/2026 (રવિવાર)
⏰ સમય: સવારે 9:00 થી સાંજે 7:00 સુધી
📍 સ્થળ: વ્રજ હોસ્પિટલ, નાયરા પેટ્રોલ પંપ પાસે, દ્વારકા
📞 પૂછપરછ માટે સંપર્ક: 9023757549
કેમ્પમાં ભાગ લેવા માટે આગોતરું નામ નોંધાવવું ફરજિયાત છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ 14/02/2026 છે. (Report: Ajay Kanjiya)

















મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ઊંચી માંડલ ગામ પાસે કારખાનામાં લિફ્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સિરોઇ ગામે રહેતો અજયભાઈ દેવકણભાઈ પાટડીયા નામનો યુવાન તળાવિયા સનાળા ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ સેલઝોન બાથવેર નામના કારખાનામાં લિફ્ટનું કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે લિફ્ટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી અને તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે.














