Category: Featured

Featured posts

  • ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું 5 ટકા ડિસ્કાઉન્ટ

    ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું 5 ટકા ડિસ્કાઉન્ટ

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા દિવસોથી ભારત-રશિયાના ગાઢ સંબંધો ખૂંચી રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે, રશિયા ભારતને ક્રૂડ ઓઈલ વેંચી, તેમાંથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે, જેના કારણે તેમણે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. હવે આ ટેરિફનો રશિયાએ જોરદાર જવાબ આપ્યો છે. રશિયાએ ટ્રમ્પની ટેરિફ ધમકીઓને બેકફૂટ પર ફેંકી ભારતને મોટી ભેટ આપી છે. રશિયાએ ભારતને ઓઈલ ખરીદી પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

    ‘ભારત-રશિયા વચ્ચે ગાઢ સંબંધો’

    રશિયાના ડેપ્યુટી ટ્રેડ પ્રતિનિધિ ઈવગેની ગ્રિવાએ કહ્યું કે, ‘રશિયા-ભારત વચ્ચે ક્રૂડ ઓઈલ ખરીદીમાં અપાયેલી પાંચ ટકા છૂટ વેપારી વાતચીત પર નિર્ભર રહેશે.’ તેમણે ટ્રમ્પની ટેરિફ ધમકીઓનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, ‘રાજદ્વારી દબાણ છતાં ભારત રશિયામાંથી ઓઈલ આયાત કરી રહ્યું છે, ભારતે ક્યારેય આયાત અટકાવી નથી, જે ભારત-રશિયાના ગાઢ સંબંધો દર્શાવે છે. રશિયાનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરી રહ્યો છે.

    રશિયન રાજદૂતે ટ્રમ્પ પર સાધ્યું નિશાન

    બીજીતરફ ભારતમાં રશિયન દૂતાવાસના રાજદૂત રોમન બાબુશ્કિ (Roman Babushkin)ને એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના ટેરિફ બોંબની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા એકતરફી નિર્ણયો લઈને ખોટી રીતે દબાણ કરી રહ્યું છે. અમેરિકા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

    ટ્રમ્પની ટેરિફ અને આર્થિક પ્રતિબંધની નીતિના કારણે વૈશ્વિક સ્તરે ડૉલર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.’ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાથી અમે તેમના પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે રશિયન રાજદૂતે આ મામલે કહ્યું કે, ‘રશિયા ક્યારેય ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહીં લગાવે અને આર્થિક દબાણ પણ નહીં કરે. રશિયાએ ભારત પાસે ક્રૂડ ઓઇલનો વેપાર જાળવી રાખવા માટે સ્પેશિયલ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે બંને દેશોના સંબંધો પર અમેરિકાનો કોઈપણ પ્રભાવ નહીં પડે.’

  • મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી

    મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી

    મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં બાંધકામ મંજૂરી અને બિલ્ડિંગ યુઝ પરમિશન માટેની અરજીઓનો હવે ઝડપથી નિકાલ થશે કેમ કે, મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરીને દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે મોકલવી હતી જેને સરકારે મંજૂર કરી છે જેથી મહાપાલિકા વિસ્તારમાં વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન વિગેરે બાબતોની સત્તા સરકાર દ્વારા મહાપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે

    ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.23/06/2025 ના જાહેરનામાં દ્વારા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની હદ વધારીને મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તાર મુજબ વધારવામાં આવેલ છે જે અન્વયે સત્તામંડળ વિસ્તારમાં વિકાસ પરવાનગી બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ) વિગેરે બાબતોની સત્તા સત્તામંડળને મળેલ છે.

    મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળમાં હાલે કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન વિગેરે બાબતોની સત્તા મહાનગરપાલિકાના વિસ્તાર પૂરતી મોરબી મહાનગરપાલિકાને સુપ્રત કરવા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવેલ છે. જે દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે પાઠવેલ હતી.

    જે અન્વયે તા. 11/8/2025 ના રોજ સરકાર દ્વારા સદર બાબતે મંજુરી આપેલ છે. જેથી મહાનગરપાલિકા દ્વારા આ બાબતે આવનાર સમયમાં ઝડપથી કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. તેવી માહિતી નાયબ કમિશનર દ્વારા આપવામાં આવેલ છે.

  • મોરબી : મેંગોપીપલ પરિવારના રૂપલ રાઠોડને ‘ગાર્ડી એવોર્ડ’થી સન્માનિત કરતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ

    મોરબી : મેંગોપીપલ પરિવારના રૂપલ રાઠોડને ‘ગાર્ડી એવોર્ડ’થી સન્માનિત કરતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ

    8 વર્ષ પહેલા શરૂ કરાયો ‘પ્રોજેક્ટ મુસ્કાન’: દર મહિને રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1 હજાર દિકરીઓને મુસ્કાન મેજિક બોક્સ અપાઇ છે

    છેલ્લા 12 વર્ષથી, મેંગોપીપલ પરિવાર અંધકારમાં સપડાયેલા અસંખ્ય જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છેઆ સંસ્થા માત્ર ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવતી નથી, પણ તેમના માટે બીજું ઘર બની ગઈ છે. રૂપલબેન રાઠોડ દ્વારા 8 વર્ષ પહેલાં શરૂ કરાયેલો ’પ્રોજેક્ટ મુસ્કાન’ એક એવી પહેલ છે જેણે સમાજની એક મોટી કુરિવાજને તોડવાનો પ્રયાસ કર્યો છે.

    આ પ્રોજેક્ટ અંતર્ગત, જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓને સેનેટરી પેડ્સ અને અન્ડરગાર્મેન્ટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. દર મહિને, રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1000 જેટલી દીકરીઓને ’મુસ્કાન મેજિક બોક્સ’ પહોંચાડવામાં આવે છે.

    આ તમામ નિસ્વાર્થ કાર્યોને ધ્યાનમાં રાખીને, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલબેન રાઠોડને આ ગાર્ડી એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મેંગોપીપલ પરિવારના દરેક સભ્યના અથાક પરિશ્રમ અને માનવતા પ્રત્યેના તેમના ઊંડા પ્રેમનું પ્રતીક છે. જ્યારે રૂપલબેન રાઠોડને ’ગાર્ડી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ અવસરે, મેંગોપીપલ પરિવાર દ્વારા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના અનુપમભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમના ખૂબ ખૂબ આભાર માનેલ.જો તમે પણ આ માનવતાના કાર્યમાં જોડાવા માંગતા હો, તો મનીષભાઈ રાઠોડ (મો.92760 07786) નો સંપર્ક કરી શકો છો.

  • મોરબી : મેંગોપીપલ પરિવારના રૂપલ રાઠોડને ‘ગાર્ડી એવોર્ડ’થી સન્માનિત કરતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ

    8 વર્ષ પહેલા શરૂ કરાયો ‘પ્રોજેક્ટ મુસ્કાન’: દર મહિને રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1 હજાર દિકરીઓને મુસ્કાન મેજિક બોક્સ અપાઇ છે

    છેલ્લા 12 વર્ષથી, મેંગોપીપલ પરિવાર અંધકારમાં સપડાયેલા અસંખ્ય જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છેઆ સંસ્થા માત્ર ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવતી નથી, પણ તેમના માટે બીજું ઘર બની ગઈ છે. રૂપલબેન રાઠોડ દ્વારા 8 વર્ષ પહેલાં શરૂ કરાયેલો ’પ્રોજેક્ટ મુસ્કાન’ એક એવી પહેલ છે જેણે સમાજની એક મોટી કુરિવાજને તોડવાનો પ્રયાસ કર્યો છે.

    આ પ્રોજેક્ટ અંતર્ગત, જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓને સેનેટરી પેડ્સ અને અન્ડરગાર્મેન્ટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે. દર મહિને, રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની અંદાજે 1000 જેટલી દીકરીઓને ’મુસ્કાન મેજિક બોક્સ’ પહોંચાડવામાં આવે છે.

    આ તમામ નિસ્વાર્થ કાર્યોને ધ્યાનમાં રાખીને, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલબેન રાઠોડને આ ગાર્ડી એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ મેંગોપીપલ પરિવારના દરેક સભ્યના અથાક પરિશ્રમ અને માનવતા પ્રત્યેના તેમના ઊંડા પ્રેમનું પ્રતીક છે. જ્યારે રૂપલબેન રાઠોડને ’ગાર્ડી એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ અવસરે, મેંગોપીપલ પરિવાર દ્વારા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના અનુપમભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમના ખૂબ ખૂબ આભાર માનેલ.જો તમે પણ આ માનવતાના કાર્યમાં જોડાવા માંગતા હો, તો મનીષભાઈ રાઠોડ (મો.92760 07786) નો સંપર્ક કરી શકો છો.

  • મોરબીમાં રવિવારે મોરબીમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

    મોરબીમાં રવિવારે મોરબીમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

    મહામંડલેશ્વરશ્રી 1008 પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આગામી તા.24-8 ને રવિવારે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ બેલા-ભરતનગર રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

    આ કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં એમ.ડી.ફીઝીશ્યન, બાળરોગ નિષ્ણાંત, પેટના રોગના નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના રોગના નિષ્ણાંત તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટર સેવા આપશે.જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબીટીશ ટેસ્ટ મફત કરી આપવામાં આવશે.જુના તમામ રીપોર્ટ તથા એક્સ-રે સાથે લાવવાના રહેશે.

  • કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ

    કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઇન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ બિલ મારફત ઓનલાઇન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.

    નવા બિલમાં શું છે જોગવાઈ?

    નવા બિલમાં અમુક ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઇમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

    ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર અસર

    આ બિલનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ સેક્ટર માટે નિયમો-કાયદા ઘડવા અને ગ્રાહકોને સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ ગેમિંગ કંપનીઓ પર સ્પષ્ટ કાયદા અને નિયમનોનો અભાવ છે. જેના લીધે અનેક વખત ગ્રાહકો શોષણ અને છેતરપિંડીનો ભોગ બને છે. નવો કાયદો ઘડાયા બાદ ઓનલાઇન ગેમિંગ તેમજ બેટિંગ એપ્સના માધ્યમથી ફ્રોડ કરી રહેલા લોકોથી બચી શકાશે. તેમજ કરોડો યુઝર્સ ધરાવતી ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે.

    આ ગેમ્સ પર પ્રતિબંધ મૂકાશે

    બિલમાં સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી તેમજ વર્ચ્યુઅલ મની-રિયલ કેશ બેટિંગ પર આધારિત ગેમ્સ પર પ્રતિબંધો લાદવાની જોગવાઈ છે. આ પ્રકારની ગેમ્સથી ખેલાડીઓને ભારે નાણાકીય નુકસાન થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી છે. હિંસક તેમજ આપત્તિજનક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પણ અંકુશ લાદવામાં આવશે.

    ભારતની ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીની સાઇઝ 3 અબજ ડૉલરથી વધુ છે. નવા કાયદાથી વાસ્તવિક ગેમિંગ કંપનીઓને લાભ મળશે. તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. બિલ મંજૂર થયા બાદ ગેમિંગ ઇન્ડસ્ટ્રી એક કાયદાકીય માળખામાં કામ કરશે.

  • મોરબીના SP રાહુલ ત્રિપાઠી સહીત 30 SP અને 74 IPS ની બદલી કરાઈ

    મોરબીના SP રાહુલ ત્રિપાઠી સહીત 30 SP અને 74 IPS ની બદલી કરાઈ

    ગૃહ મંત્રાલયે રાજ્યના 74 આઇપીએસ અને 30 જિલ્લા પોલીસ અધિક્ષકોની બદલી કરી છે. આ યાદીમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. હવે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે IPS રાહુલ ત્રિપાઠીની બદલી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે દિવ્યક્રાંતિ ન્યૂઝના તંત્રી જયદેવ બુધ્ધભટ્ટીએ મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી એફઆઈઆર મામલે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા સમક્ષ ગંભીર ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ પ્રેસ કાઉન્સિલે રાજ્યના DGP અને મોરબીના SPને સીધી નોટિસ ફટકારી હતી અને 15 દિવસમાં દોષિત અધિકારીઓ સામે શા માટે કાર્યવાહી કરવામાં નથી આવી તેની સ્પષ્ટતા માંગેલ હતી.

  • વોટ્સએપનું નવું AI ફીચર: યુઝર્સનું વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારશે

    વોટ્સએપનું નવું AI ફીચર: યુઝર્સનું વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારશે

    વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. એને રાઇટિંગ હેલ્પ ફીચર કહેવામાં આવી રહ્યું છે. યુઝરના મેસેજની ગુણવત્તા સુધારવા માટેનું આ ટૂલ છે.

    આ ટૂલની મદદથી યુઝર તેના મેસેજને વધુ સારી રીતે કેવી રીતે કહી શકે એ સૂચવવામાં આવશે. તેમ જ વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારવા માટે પણ મદદ કરશે.

    આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.મેટા AIને મોકલવામાં આવશે આ મેસેજરાઈટિંગ હેલ્પ ફીચર મેટાની પ્રાયવેટ પ્રોસેસિંગ ટૅક્નોલૉજીની મદદથી કામ કરશે.

    આ મેસેજને પ્રાયવેટ એટલે કે ઇન્ક્રિપ્શનના આધારે મેટા AIને મોકલવામાં આવશે. ત્યાર બાદ એ મેસેજમાં સુધારા કરશે અને યુઝરને સૂચવશે.

    જોકે આ મેસેજને કોઈ વાંચી ન શકે અને એ કોની પાસેથી મોકલવામાં આવ્યો હતો એને ટ્રેક પણ નહીં કરી શકાય. મેટા દ્વારા પણ એ કહી દેવામાં આવ્યું છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે મેટા કોઈ ડેટા કે માહિતીને સ્ટોર નહીં કરે. આ સાથે AI સૂચન ત્યારે જ આવશે જ્યારે યુઝર દ્વારા એ ફીચરને ચાલુ કરવામાં આવ્યું હોય.

    અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળશે યુઝરનેયુઝર જ્યારે ટાઇપિંગ બોક્સમાં થોડા શબ્દોને ટાઇપ કરશે ત્યાર બાદ સ્ટિકર આઇકનની જગ્યાએ એક નાનકડી પેનનો સિમ્બોલ જોવા મળશે.

    એના પર ક્લિક કરતાં મેસેજ મેટા AIને પહોંચી જશે અને ત્યાર બાદ યુઝરને અલગ-અલગ સૂચન મળશે. યુઝરને ત્રણ પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. એમાં પ્રોફેશનલ, ફની, સપોર્ટિવ, પ્રૂફરીડ અથવા તો રીફ્રેઝ જેવા ઘણાં વિકલ્પ છે એમાંથી પસંદ કરી શકાય છે.

    યુઝર કોઈ પણ એકને પસંદ કરી શકે છે અને ત્યાર બાદ એને એડિટ પણ કરી શકશે. આ મેસેજ જેને મોકલવામાં આવ્યો છે એને બિલકુલ પણ જાણ નહીં થાય કે યુઝર દ્વારા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ

    OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ

    કોરિયા ઍડ્વાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સીઓલ નેશનલ યુનિવર્સિટી બુંગડાંગ હૉસ્પિટલ સાથે મળીને એક વાયરલેસ OLED કોન્ટેક્ટ લેન્સ ડેવલપ કર્યો છે.

    રેટિનલ કન્ડિશનનું નિદાન કરવા માટે આ લેન્સ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ માટે મોટાં-મોટાં મશીનની જરૂર નથી તેમ જ અંધારા રૂમની પણ જરૂર નથી. લેન્સની મદદથી ખૂબ જ સરળતાથી નિદાન થઈ શકે છે.મનુષ્યના વાળ જેટલો જાડો છે આ લેન્સઆ કોન્ટેક્ટ લેન્સમાં અલ્ટ્રાથિન OLED ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ કોન્ટેક્ટ લેન્સ 12.5 માઇક્રોન્સ એટલે કે મનુષ્યના વાળ જેટલો જાડો છે. આ લેન્સની મદદથી રેટિના પર યુનિફોર્મ લાઇટ પાડી શકાશે. એનાથી ડૉક્ટર એકદમ ચોક્કસ રીડિંગ મેળવી શકશે.

    પહેલાં આ માટે ડાર્કરૂમના સેટઅપની જરૂર પડતી હતી. જોકે હવે એવી કોઈ જરૂર નહીં પડે. એમાં ખૂબ જ નાનો વાયરલેસ એન્ટેના છે. એને સ્લીપ માસ્ક કન્ટ્રોલર સાથે કનેક્ટ કરવામાં આવે છે જે એક પોર્ટેબલ ટેસ્ટિંગ કિટ છે. આ કિટ સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ થઈ શકે છે.

    પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગઆ કોન્ટેક્ટ લેન્સનું ટેસ્ટિંગ પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું. OLED કોન્ટેક્ટ લેન્સ મનુષ્ય માટે કેટલું સુરક્ષિત છે એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એમાંથી લાઇટ પડતી હોય છે.

    આ કોન્ટેક્ટ લેન્સ ખૂબ જ ન્યૂનતમ ગરમી ઉત્પન્ન કરે છે જે આંખ સરળતાથી સહન કરી શકે છે. તેમ જ આ લેન્સ કોઈ પણ પ્રકારની કન્ડિશનમાં કામ કરી શકે છે. એનો મતલબ એ છે કે આ લેન્સ ખૂબ જ યુઝર-ફ્રેન્ડલી છે. તેમ જ એને અજવાળામાં અને ખુલ્લામાં પણ ઉપયોગ કરી શકાય છે.

    ડાયાબેટિક રેટિનોપથી જેવી ઘણી રેટિના બીમારીઓના જલદી નિદાન માટે આ લેન્સ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

    માયોપિયાની ટ્રીટમેન્ટ માટે પણ થઈ શકે છે ઉપયોગઆ ટૅક્નોલૉજીનો ઉપયોગ રેટિનાની બીમારીના નિદાન પૂરતો જ નહીં, પરંતુ માયોપિયાના ટ્રીટમેન્ટ માટે પણ થઈ શકે છે. માયોપિયામાં નજીકની વસ્તુ સાફ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુ ધૂંધળી દેખાય છે. આથી આ પ્રકારની કેટલીક બીમારી માટે પણ OLED કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી શકાય છે.

    આ કોન્ટેક્ટ લેન્સ ખૂબ જ પાતળો હોવાથી યુઝર જ્યારે એને પહેરશે ત્યારે પણ એવું વિઝન બ્લોક નહીં થાય. તેમ જ તેમને આંખમાં ખૂંચશે પણ નહીં. એમ છતાં આ લેન્સ ડૉક્ટરને એકદમ ચોક્કસ રિઝલ્ટ આપશે.

  • થાણેમાં 10 પિરામીડ રચી દહીહાંડીનો વિશ્વ વિક્રમ રચાયો

    થાણેમાં 10 પિરામીડ રચી દહીહાંડીનો વિશ્વ વિક્રમ રચાયો

    થાણેના વર્તકનગરમાં જન્માષ્ટમી નિમિત્તે આયોજિત દહીહાંડી મહોત્સવમાં દસ સ્તરીય પિરામીડ રચી મુંબઇના જોગેશ્વરી સ્થિત કોકણનગર ગોવિંદા પથકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

    અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ પણ ગોવિંદા પથક વધુમાં વધુ નવ સ્તરીય (થર) પિરામીડ રચવામાં જ સફળ રહ્યું છે.આ વિશ્વવિક્રમ કલ્ચર સંસ્કૃતિ દહીહાંડીની ઉજવણીમાં રચાયો હતો. કોકણનગર ગોવિંદા પથકે આ રેકોર્ડ બનાવી પચ્ચીસ લાખનું રોકડ રકમનું ઇનામ પણ મેળવ્યું હતું.

    વહેલી સવારથી સમગ્ર મુંબઇ અને થાણેમાં વિવિધ ગોવિંદાની ટુકડીઓ નવી ઉંચાઇઓ સર કરવાની આશાથી મુંબઇ-થાણાની ટોચની દહીહંડી સ્થળોએ પહોંચી ગઇ હતી. જોગેશ્વરી સ્થિત કોકણનગર ગોવિંદા પથકે કોઇપણ ભૂલ વગર દસ સ્તરીય પિરામીડ રચી ઇતિહાસ સર્જોય હતો.

    કોકણનગર ગોવિંદા પથકની ટીમનું નેતૃત્વ ૩૮ વર્ષીય કોચ વિવેક કોચરેકર કરી રહ્યા છે. જે ૧૨ વર્ષથી પણ વધુ સમયથી શિસ્ત સાથે ટીમને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે. પિરામિડ બનાવવા માટે સંગઠિત અને સચોટ અભિગમ માટે કોકણનગર ગોવિંદા પથક જાણીતું છે.

    આ સમયે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કોચરેકરે જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે નવ સ્તરીય પિરામીડ રચ્યું હતું પણ આ વર્ષે અમે દસ સ્તરીય પિરામિડ રચવાના સંકલ્પ સાથે આવ્યા હતા અને અમે તે કરી બનાવ્યું હતું.

    અમારા ગોવિંદા પથકમાં ૫૫૦ ગોવિંદાઓનો સમાવેશ થાય છે અને અમે આ વર્ષે દસ સ્તર રચવાના આશયથી જ પ્રેક્ટિસ શરૂ કરી હતી.