Category: Featured

Featured posts

  • આવી રહ્યો છે વરસાદનો ભયંકર રાઉન્ડ! જન્માષ્ટમીની મજામાં પડશે ભંગ, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    આવી રહ્યો છે વરસાદનો ભયંકર રાઉન્ડ! જન્માષ્ટમીની મજામાં પડશે ભંગ, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી 15થી 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

    હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આજે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. 18થી 20 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

    16 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.

    17 ઓગસ્ટના રોજ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરુચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

    18 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • મોં સંભાળીને બોલો, નહીંતર પરિણામ ખતરનાક હશે… ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

    મોં સંભાળીને બોલો, નહીંતર પરિણામ ખતરનાક હશે… ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

    ભારતે આજે ગુરુવારે પાકિસ્તાનના નેતૃત્વ પર આરોપ મૂક્યો હતો કે, તે પોતાની ખામી-નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને ભારત વિરોધી નિવેદનો આપી રહ્યું છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે કોઈપણ ખોટું પગલું ભર્યું તો તેને દર્દનાક અને ગંભીર પરિણામ ભોગવવા પડશે. વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંત્રાલયના સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપવા એ પાકિસ્તાનના નેતાઓની જાણીતી રીત છે. ભારત વિરુદ્ધ યુદ્ધ માટે ઉશ્કેરણીજનક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

    ઈસ્લામાબાદને આપી ચેતવણી

    જયસ્વાલે ઈસ્લામાબાદને ચેતવણી પણ આપી છે કે, ઈસ્લામાબાદને તેના વાણી-વર્તનમાં શાંતિ રાખવા સલાહ છે. કોઈપણ પ્રકારનું દુઃસાહસ દુઃખદાયક પરિણામો આપશે. તાજેતરમાં જ તેમણે તેનો ડેમો (ઓપરેશન સિંદૂર) જોયો હતો. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુની ધમકી આપી હતી. તેમજ સ્થગિત થયેલી સિંધુ નદી પર બંધ બાંધવા મુદ્દે કહ્યું હતું કે, જો ભારત બંધ બાંધશે તો તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

    ભારત-અમેરિકાના સંબંધો પર બોલ્યા જયસ્વાલ…

    જયસ્વાલે ભારત-અમેરિકાના સંબંધો પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘બંને દેશોની ભાગીદારીએ લીડરશીપ અને પડકારોમાં અનેક ફેરફારોનો સામનો કર્યો છે. જો કે, બંને દેશોની ભાગીદારી માટે નવી દિલ્હી હંમેશા એક મહત્ત્વપૂર્ણ એજન્ડા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. અમને અપેક્ષા છે કે, અમે પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે આગળ વધીશું.’

  • હર ધર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર ભાજપ દ્વારા ઘરે ઘરે તિરંગાનું વિતરણ કરાયું

    હર ધર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર ભાજપ દ્વારા ઘરે ઘરે તિરંગાનું વિતરણ કરાયું

    હર ધર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 3 જીનપરા ખાતે ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ ,

    મહામંત્રી અમિત ભાઈ શાહ, મંત્રી રમેશભાઈ મકવાણા, શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા મહામંત્રી નીતિશ પાટડીયા, તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.

  • MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા

    MSE ક્ષેત્ર માટે કોલેટરલમુકત લોન મર્યાદા વધારી રૂપિયા 20 લાખ કરવા વિચારણા

    અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર જંગી ટેરિફ લાગુ કરવાના લેવાયેલા નિર્ણયની સૌથી વધુ ગંભીર અસર દેશના માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝિસ (એમએસઈ) પર પડવાની શકયતા જોવાઈ રહી છે ત્યારે આ ક્ષેત્રને ટેરિફ આંચકા સામે રક્ષણ આપવા સરકાર એમએસઈને કોલેટરલમુકત લોનની મર્યાદા જે રૂપિયા ૧૦ લાખ છે તે વધારી રૂપિયા ૨૦ લાખ કરવા વિચારી રહી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

    નાણાંકીય સેવા વિભાગ અને આરબીઆઈના અધિકારીઓ વચ્ચે આ સંદર્ભમાં ચર્ચા ચાલુ છે. ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ એમએસઈને રૂપિયા ૧૦ લાખ સુધીની લોન કોલેટરલમુકત આપવામાં આવે છે.

    આ મર્યાદા વધારી રૂપિયા ૨૦ લાખ કરાશે. સદર સ્કીમમાં સુધારો કરવા કેબિનેટની મંજુરીની આવશ્યકતા નથી અને નોટિફિકેશન જારી કરીને તે લાગુ કરી શકાશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. મર્યાદા વધારીને બમણી કરવા અને સ્કીમની બાકીની જોગવાઈઓ યથાવત રાખવા વિચારણા થઈ રહી છે.

    સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ ૨૧ ઓગસ્ટ પછી સ્કીમમાં સુધારા સાથેનું નોટિફિકેશન જારી થવા વકી છે. એમએસઈ માટેના ક્રેડિટ ગેરન્ટી ફન્ડ ટ્રસ્ટ એમએસઈ વતિ ગેરન્ટી પૂરી પાડે છે.

    સદર સ્કીમ હેઠળ લોન મેળવનાર એસએમઈ યુનિટ જો લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો લોનની બાકી રકમના ૭૫-૯૦ ટકા રકમ ફન્ડ ભરપાઈ કરી આપે છે. ટેરિફનો સૌથી વધુ માર જ્યારે દેશના એમએસઈ ક્ષેત્ર પર જોવાઈ રહ્યો છે ત્યારે આ ક્ષેત્રને મદદ કરવાની આવશ્યકતા હોવાનું સરકાર માની રહી છે.

    ભારતના માલસામાન પર હાલમાં ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવેલ છે અને બીજા ૨૫ ટકા ૨૭ ઓગસ્ટથી લાગુ થશે. ટેરિફ વોરને કારણે નાના વેપારગૃહોની બેલેન્સ શીટ ફરી દબાણ હેઠળ આવી જવાની અને અગાઉ પૂરી પડાયેલી લોનની વસૂલી કઠીન બની રહેશે એવી બેન્કોને ચિંતા સતાવી રહી છે.

    આવી સ્થિતિમાં ધિરાણદારોની એનપીએની માત્રા જે હાલમાં નોંધપાત્ર નીચી છે તેમાં ફરી વધારો થવાનું પણ જોખમ રહેલું છે. કોરાનાના કાળમાં સદર સ્કીમ હેઠળ નાના ઔદ્યોગિક એકમોને નોંધપાત્ર લોન્સ પૂરી પાડવામાં આવી હતી.

  • દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા

    દેશની સૌથી મોટી બેંક SBIએ આપ્યો મોટો ઝટકો, 15 ઓગસ્ટથી આપવા પડશે વધારે પૈસા

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે બેંકના ગ્રાહકોને 15 ઓગસ્ટ, 2025 થી ઓનલાઈન IMPS ટ્રાન્સફર પર ફી ચૂકવવી પડશે, જે અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી સેવા હતી. IMPS એટલે કે ઇન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે.

    IMPS દ્વારા એક સમયે વધુમાં વધુ ₹5 લાખ ટ્રાન્સફર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે SBI દ્વારા કરવામાં આવેલ ફેરફાર માત્ર ઓનલાઈન વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક સ્લેબમાં નાના શુલ્ક ઉમેરવામાં આવશે. જોકે, આ શુલ્ક હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં. ચાલો જાણીએ કે બેંક દ્વારા કયા સ્લેબ પર કેટલી ફી વસૂલવામાં આવી છે.

    ઓનલાઈન IMPS વ્યવહારો પર કેટલી ફી વસૂલવામાં આવશે?જો તમે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા IMPS કરો છો, તો હવે તમારે ફી ચૂકવવી પડશે. આ શુલ્ક નીચે મુજબ છે.1. રુપિયા 25,000 સુધી કોઈ ફી રહેશે નહીં.2. રુપિયા 25,001 થી રુ.1 લાખ પર રુ.2 + GST વસૂલવામાં આવશે. 3. રુપિયા 1 લાખ થી રુ. 2 લાખ પર રુ. 6 + GST વસૂલવામાં આવશે.

    4. રુપિયા 2 લાખ થી રુ.5 લાખ પર રુ.10 + GST વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બધા વ્યવહારો પર કોઈ ફી નહોતી, પરંતુ હવે દરેક સ્લેબ પર ઉપરોક્ત હિસાબે પૈસા ચૂકવવા પડશે.

    પગારદાર ગ્રાહકોને રાહતSBI ગ્રાહકો જે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થામાં પગારદાર છે અને સેલેરી પેકેજ ખાતું ધરાવે છે તેમને આ ફીમાંથી રાહત મળશે. આમાં DSP, CGSP, PSP, RSP, CSP, SGSP, ICGSP અને SUSP જેવા ખાતાઓનો સમાવેશ થાય છે, જેના પર હજુ પણ IMPS ચાર્જ વસૂલવામાં આવશે નહીં.બ્રાંચમાંથી IMPS વ્યવહારોમાં કોઈ ફેરફાર નહીંજો તમે SBI શાખામાં જઈને IMPS કરાવો, તો પહેલાની જેમ જ ચાર્જ વસૂલવામાં આવશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શાખામાંથી કરવામાં આવેલા IMPS વ્યવહારો પરના ચાર્જ રુપિયા 2 થી શરૂ થઈને રુ. 20 + GST સુધી જઈ શકે છે, જે ટ્રાન્સફરની રકમ પર આધાર રાખે છે.

  • વરસાદની રાહ ખતમ, આવશે અતિભારે! અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

    વરસાદની રાહ ખતમ, આવશે અતિભારે! અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

    ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે…ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે…ખેતરમાં લહેરાતો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે…

    અન્નદાતા વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યો છે…ત્યાં ખેડૂતો માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે…આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદની મોટી આગાહી કરી છે…શું છે આ આગાહી?.

    ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ છે. અગાઉના અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે સૂકા પવનો અને ખેંચાયેલા વરસાદે પાકને સૂકવી નાખ્યો છે. પરંતુ, ખેડૂતો માટે આનંદના સમાચાર છે

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

    આ પણ વાંચોઃ 900 મંદિરનું ઘર છે દુનિયાનો આ એકમાત્ર પહાડ, આ પર્વતનું રહસ્ય જાણીને ઉડી જશે હોશ!હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા છે.

    બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે.

    શું કરી પરેશ ગોસ્વામીએ આગાહી? 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ વરસાદઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા આ આગાહીઓએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે. સૂકાતા પાકને હવે નવું જીવન મળવાની આશા છે.

    પરંતુ, ગાજવીજ સાથેનો વરસાદ પણ પડકારો લાવી શકે છે, જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્રને તૈયાર રહેવું પડશેગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે, પરંતુ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે. અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે.

  • હળવદ ખાતે ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે થશે ધ્વજવંદન

    હળવદ ખાતે ૧૫ ઓગસ્ટે હર્ષ ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે; મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે થશે ધ્વજવંદન

    મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી હળવદ એ.પી.એમ.સી. ખાતે કરવામાં આવનાર છે, જેમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે.

    ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ હળવદ ખાતે આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    જેનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.સ્વતંત્રતાના આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામા આવશે તેમજ જુદી જુદી સ્કુલના બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે.

    ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લાના વ્યકિત વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે ધ્વજવંદન કરવામા આવશે.

    આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સાંસદ તથા ધારાસભ્ય પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. ઉપરાંત મોરબી શહેરની તમામ સરકારી કચેરીના અધિકારી / કર્મચારીઓ જુદી જુદી સ્કુલના બાળકો જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રમુખશ્રીઓ મંડળો / એન.જી.ઓ, જિલ્લાના વરિષ્ઠ નાગરીકો હાજર રહેવાના છે.

    હળવદ શહેરના તથા સમગ્ર જિલ્લાના નાગરીકોને ૧૫ ઓગસ્ટના રોજ ૭૯ મા સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.

  • આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

    આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

    મોરબી : સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્રભક્ત અજય લોરીયા દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિશાળ ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ કાર્યક્રમ મુજબ તા. 14 ઓગસ્ટ, ગુરુવારના સવારે 9 વાગ્યાથી મોરબી સુપર માર્કેટ નજીક 15,000 તિરંગાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે,

    જેથી મોરબીના નાગરિકો પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગૌરવભેર ભાગ લઈ શકે.

    અજય લોરીયાએ મોરબીવાસીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરી છે, જેથી દેશપ્રેમનો સંદેશ ઘેર ઘેર પહોંચે અને દરેક ઘર પર તિરંગા લહેરાય.

  • Solar Panel : 2 KW સોલાર પેનલ પર મળશે મોટી સબસિડી, હવે ભાડૂઆતોને પણ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મળશે

    Solar Panel : 2 KW સોલાર પેનલ પર મળશે મોટી સબસિડી, હવે ભાડૂઆતોને પણ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મળશે

    PM સૂર્ય ઘર યોજના હેઠળ, ભાડૂઆતો પણ મકાનમાલિક સાથે મફત વીજળી મેળવી શકે છે. સરકાર સોલાર પેનલ પર સબસિડી આપી રહી છે જેના માટે વીજળી કનેક્શન અને મકાનમાલિકની પરવાનગી જરૂરી છે. છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે જેના માટે જગ્યા અને તાકાત જરૂરી છે. એક કિલોવોટ પર 30 હજાર સુધીની સબસિડી મળશે. તેનો હેતુ ઊર્જા બચાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.

    મકાનમાલિક ઉપરાંત, ભાડૂઆત પણ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનામાં જોડાઈને મફત વીજળી મેળવી શકાય છે. આ યોજના હેઠળ, સરકાર સોલાર પેનલ પર સબસિડી આપી રહી છે. આ માટે, કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

    સોલાર પેનલ લગાવવા માટે, ભાડૂઆત પાસે પોતાના નામે વીજળી કનેક્શન હોવું ફરજિયાત રહેશે અને મકાનમાલિકે છત પર સોલાર ઇન્સ્ટોલ કરવાની લેખિત પરવાનગી આપવી ફરજિયાત રહેશે. આ કરારમાં એ પણ જણાવવામાં આવશે કે ઘર બદલવાની સ્થિતિમાં, છત પરથી સોલાર પેનલ કાઢીને તેને બીજે ક્યાંક સ્થાપિત કરવા માટે સાથે લઈ જઈ શકાય છે.

    ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે આ યોજના હેઠળ, ગ્રાહકના ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. એક કિલોવોટ પેનલ માટે ઓછામાં ઓછી 130 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. જ્યારે બે કિલોવોટ સિસ્ટમ માટે 200 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે.

    પેનલનું વજન પ્રતિ ચોરસ મીટર 10 થી 20 કિલોગ્રામની વચ્ચે છે, તેથી છતની મજબૂતાઈ જરૂરી રહેશે. પેનલ લગાવતા પહેલા, છત પર જરૂરી જગ્યા અને છતની મજબૂતાઈ તપાસવામાં આવશે.

    સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર બે કિલોવોટ માટે 30 હજાર રૂપિયા, ત્રણ કિલોવોટ માટે 60 હજાર રૂપિયા અને એક કિલોવોટ સોલાર પેનલ પર આનાથી વધુ માટે 78 હજાર રૂપિયા સબસિડી આપી રહી છે.

    તમને જણાવી દઈએ કે એક કિલોવોટ સોલાર પેનલની કુલ કિંમત લગભગ 60 થી 70 હજારની વચ્ચે આવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય સંરક્ષણ પણ પીએમ સૂરજ ઘર યોજનાનો ઉદ્દેશ્ય ઉર્જા બચાવવાની સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનો છે.

    સસ્તી વીજળી ઉપલબ્ધ થશે, પરંતુ ગ્રીનહાઉસ વાયુઓમાં ઘટાડો પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. સોલાર પેનલ લગાવ્યા પછી, ગ્રાહકો પર વીજળી બિલનો બોજ ઓછો થશે.

    સોલાર પેનલ લગાવવા માટે, અરજદારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે. સોલાર રૂફટોપ માટે અરજી મોબાઇલ નંબર વડે લોગ ઇન કરીને કરી શકાય છે. વિક્રેતાઓની યાદીમાંથી વ્યક્તિ પોતાની પસંદગીના વિક્રેતાને પણ પસંદ કરી શકે છે.

  • હાઇડ્રોજન ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, ચેન્નાઈમાં ’નમો ગ્રીન રેલ’નો પહેલો રેક તૈયાર

    હાઇડ્રોજન ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડશે, ચેન્નાઈમાં ’નમો ગ્રીન રેલ’નો પહેલો રેક તૈયાર

    આ વાત છે વર્ષ 2023 છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં ભારતમાં પણ હાઇડ્રોજન ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. આ વાતને માત્ર બે વર્ષ થયા છે અને રેલ્વેએ સ્વદેશી સંસાધનોમાંથી તેની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન તૈયાર કરી છે. તેનું નામ નમો ગ્રીન રેલ રાખવામાં આવ્યું છે. તેને રવિવારે રાત્રે રેલ્વેની ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) થી ફેક્ટરીની બાજુમાં સ્થિત અન્નાનગર યાર્ડમાં મોકલવામાં આવી છે.

    હવે તેનું ઓસિલેશન ટ્રાયલ રેલ્વેની સંશોધન શાખા RDSO (સંશોધન વિકાસ અને માનક સંગઠન) ની દેખરેખ હેઠળ કરવામાં આવશે. ભારતીય રેલ્વેના ICF એ ઓસિલેશન ટ્રાયલ માટે હરિયાણા જતી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ કર્યું.

    ટ્રેન કેવી રીતે બની છે ?

    આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનમાં કુલ 8 કોચ છે, જેમાં બે એન્જિન છે. એન્જિન આગળ અને પાછળ ગોઠવવામાં આવ્યા છે.

    આ ટ્રેનને ’નમો ગ્રીન રેલ’ નામ આપવામાં આવ્યું છે. ICF એ આ ટ્રેનને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરી છે. હવે ફક્ત ફિલ્ડ ટ્રાયલ જ જણાવશે કે ટ્રેન કોઈપણ ગતિએ દોડી શકે છે કે નહીં. આ ટ્રેનના એન્જિન પર ’નમો ગ્રીન રેલ’ લખેલું છે. મતલબ કે હાઇડ્રોજન ટ્રેન આ નામથી ઓળખાશે.

    ડીઝલ એન્જિનને હાઇડ્રોજન એન્જિનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું

    આ હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ માટે, રેલવેએ તેના 1600 હોર્સપાવરના બે ડીઝલ એન્જિનને 1200 હોર્સપાવરના હાઇડ્રોજન એન્જિનમાં રૂપાંતરિત કર્યા છે. આ કામ ચેન્નાઈના આઈસીએફ ખાતે કરવામાં આવ્યું છે.

    આ એન્જિનોમાં હાઇડ્રોજન ઇંધણ ભરવા માટે હરિયાણાના જીંદમાં ઇંધણ ભરાવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. ત્યાં લગભગ 3,000 કિલો હાઇડ્રોજન સ્ટોર કરવાની પણ જોગવાઈ છે. આ ટ્રેનમાં એક સમયે લગભગ 1200 મુસાફરો મુસાફરી કરી શકશે.

    હવે ઓસિલેશન ટ્રાયલ થશે

    સૂત્રોએ જણાવ્યું હતું કે, નમો ગ્રીન રેલને ચેન્નાઈના અન્નાનગર યાર્ડથી ઉત્તરી રેલ્વે મોકલવામાં આવશે. ત્યાં, RDSO  ની મદદથી, હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે તેનું ઓસિલેશન ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન, ટ્રેનને તેમાં સવાર મુસાફરોના વજન જેટલા જ વજનથી ચલાવવામાં આવશે.

    વજન ઉમેરવા માટે, પ્લાસ્ટિક બેરલમાં ધાતુનો પાવડર નાખીને 50-50 કિલો વજન બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રેલ સંચાલનમાં ઉપલબ્ધ સૌથી સ્વચ્છ ઇંધણ હાઇડ્રોજન માનવામાં આવે છે. તે શૂન્ય ઉત્સર્જનનું કારણ બને છે. જ્યારે અશ્મિભૂત ઇંધણ બાળવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે.

    આ ટ્રેન હાઇડ્રોજન સેલ પર ચાલશે

    આ ટ્રેનના આગળ અને પાછળના ભાગમાં બનેલી પાવર કારમાં 220 કિલો હાઇડ્રોજન સંગ્રહ કરવાની ક્ષમતા હશે. આ પાવર કારમાં રહેલા હાઇડ્રોજન કોષોને ખાસ ડિઝાઇન કરેલા સિલિન્ડરોમાં 350 બાર પ્રેશર પર ભરવામાં આવશે.

    તમારે જાણવું જોઈએ કે આ ટ્રેન હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયાથી વીજળી ઉત્પન્ન કરે છે. તે ફક્ત પાણી (H2O) અને ઉર્જા ઉત્પન્ન કરે છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવે છે.

    વિશ્વમાં બીજે ક્યાં હાઇડ્રોજન ટ્રેન દોડે છે?

    જર્મની વિશ્વનો પહેલો દેશ છે જ્યાં હાઇડ્રોજન ટ્રેન દોડી છે. આ ઘટના 2022 માં જ ત્યાં બની છે. ત્યાં કોમર્શિયલ સેવા માટે હાઇડ્રોજન ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જર્મનીની હાઇડ્રોજન ટ્રેન અલ્સ્ટોમ દ્વારા બનાવવામાં આવી છે. આના એક વર્ષ પછી, ફ્રાન્સે પણ હાઇડ્રોજન ટ્રેન તરફ પગલાં ભર્યા. નોંધનીય છે કે અલ્સ્ટોમનું મુખ્ય મથક ફ્રાન્સમાં જ છે.