HomeAllCBDC જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે: અમિત...

CBDC જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે: અમિત શાહ

ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ગરિમા પોષણ સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

કરોડો પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું

આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે. જેથી કોર્ટ સુધી પહોંચ્યા વગર જ પ્રશ્નોનો ઉકેલ આવશે.વધુમાં કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કેર રેટિંગ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌને મહાશિવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આજે ડિજિટલ ઇન્ડિયાનું વિસ્તરણ જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. એક દાયકા પહેલા દેશના 60 કરોડ લોકોના પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને દુનિયામાં થઇ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોના અડધા ડિજિટલ વ્યવહારો માત્ર ભારતમાં જ થઈ રહ્યા છે.

ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે અને વચેટિયાઓનો અંત આવશે

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. જે અંતર્ગત CBDC એટલે કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ અને ‘મેડ ઇન ગુજરાત’ એવા અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમ જેવી આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે અને વચેટિયાઓનો અંત આવશે.

અન્નપૂર્તિ મશીન દ્વારા માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ શક્ય બનશે. જે વજન, મૂલ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે.આધાર બેઇઝ્ડ બાયોમેટ્રિક પ્રણાલી, CBDC અને રિઝર્વ બેંકની પેમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત આ વ્યવસ્થા આગામી ત્રણ-ચાર વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. જેથી દેશભરમાં ગરીબોને તેમના હકનું ગુણવત્તાયુક્ત રાશન તેમના સમયે સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રાપ્ત થશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!