HomeAllચાંદીમાં ચીને તેજી કરાવી, હવે મંદી સર્જી : વધુ કડાકો

ચાંદીમાં ચીને તેજી કરાવી, હવે મંદી સર્જી : વધુ કડાકો

વિશ્વબજારમાં 120 ડોલરે પહોંચેલો ચાંદીનો ભાવ 64 ડોલરે આવી ગયો

સોના-ચાંદીના ભાવમાં મોટી વધઘટનો દોર જારી જ રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં વધુ કડાકો હતો. ગત મહિને 120 ડોલરની ઉંચાઈએ રહેલો વૈશ્વિક ભાવ આજે એક તબકકે તૂટીને 64 ડોલર સુધી નીચે ઉતરી ગયો હતો.

સોના-ચાંદીમાં તેજી ચીને શરૂ કરાવી હતી. હવે મંદી પણ ચીનની છે ચીનના મોટા ગ્રુપે વાયદામાં 450 ટનની મંદીની પોઝીશન ઉભી કર્યાના નિર્દેશ છે. રાજકોટમાં આજે ચાંદીનો હાજર ભાવ 245000 થયો હતો. કોમોડીટી એકસચેંજમાં બપોરે 236650 હતો તે નીચામાં એક તબકકે 14000ના ઘટાડાથી 229187 સુધી પટકાયો હતો.

વિશ્વબજારમાં ઈન્ટ્રા-ડે 64 ડોલર સુધી ઘટી ગયા બાદ 73.15 ડોલર હતો. ભારતીય માર્કેટમાં હાજર અને વાયદાના ભાવ વચ્ચેના ગાળો 8000થી વધુનો થઈ ગયો છે.

સોનામાં પણ સમાન હાલત હતી.

વર્લ્ડ માર્કેટમાં સોનુ ઈન્ટ્રા-ડે 4655 ડોલર થયા બાદ રિકવર થઈને 4852 ડોલર સાંપડયુ હતું. ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનુ 152750 હતુ જે નીચામાં 149396 થયુ હતુ. હાજર સોનુ 1.57 લાખ હતું.

માર્કેટ રિપોર્ટ પ્રમાણે સોના-ચાંદીમાં છેલ્લા કેટલાંક મહિનાઓમાં અસામાન્ય તેજીની શરૂઆત ચીનથી થઈ હતી. ટોચના ટ્રેડરે સોનાની તેજીમાં અઢળક કમાણી કર્યા બાદ હવે ચાંદીમાં મોટીમાત્રામાં મંદીની પોઝીશન ઉભી કરતા કડાકો છે. તેના દ્વારા 450 ટન ચાંદીની વેચાણ પોઝીશન ઉભી કરી છે. ચીન ઉપરાંત વૈશ્વિક ઘટનાક્રમોથી ચાંદીમાં ગઈકાલે 19 ટકાનો કડાકો સર્જાયો હતો. આજે પણ ત્રણ ટકાનો ઘટાડો હતો.

ચાંદીમાં પ્રવર્તમાન ઉથલપાથલ અને વૈશ્વિક ઘટનાક્રમોથી હવે આર્ટીસ્ટો પણ મેદાને આવ્યા છે. અગાઉ તેજી વખતે માત્ર તેજીની જ વાતો થતી હતી. હવે મંદી સર્જાઈ હોવાથી નવા નીચા લેવલના અનુમાનો વ્યક્ત થવા લાગ્યા છે. આર્ટીસ્ટોના કહેવા પ્રમાણે વિશ્વબજારમાં ચાંદીનો ભાવ 70 ડોલરથી નીચે ઉતર્યા બાદ ફરી ઉપર આવી ગયો છે. 70 ડોલરની નીચે જાય તો 50 કે 45 ડોલર સુધી નીચે જઈ શકે છે.

દરમ્યાન ચાંદીમાં મંદી વચ્ચે પણ વધઘટ મોટી હોવાથી સટ્ટોડીયાઓ, ટ્રેડરો, વેપારીઓમાં હજુ નવા વેપારમાં ખચકાટ છે. ભાવ ઘણા નીચા આવ્યા હોવાથી ઈન્કવાયરી-ખરીદી દેખાવા લાગી છે. છતાં અફડાતફડીના માહોલથી સાવધાની રાખવામાં આવી રહી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!