
હવે એઆઈ એટલે કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટુલપે તમારા મોબાઈલની નવી ઓપરેટીંગ સીસ્ટમ બની જાય તો આશ્ચર્ય થશે નહી. તમામ મોબાઈલ ઉત્પાદક કંપનીઓ હવે એઆઈ ફીવરોને જોરશોરથી રજુ કરે છે અને હવે મોબાઈલ ઓપરેટરો પણ વિવિધ એ.આઈ. એપ. તમારા મોબાઈલમાં ઉપયોગ કરવા ખાસ પોસ્ટ કરે છે તેમાં ચેટ જીપીટી જેમીની જેવા વર્ઝન સૌથી લોકપ્રિય છે.

ચેટ જીપીટીએ તો 1 વર્ષ માટે ભારતમાં તેનું અપડેટ વર્ઝન ફ્રીમાં ઉપયોગની ઓફર કરે છે પણ આ પ્રકારે ચેટ જીપીટી જે ડેટા માહિતી આઈડીયાનો મોટો જાદુઈ કદી ન ખુટે તેવો ખજાનો છે પણ તેનો ઉપયોગ કરીને મેડીકલ, કાનુની, નાણાકીય સલાહ લેનારની સંખ્યા જે રીતે વધતી જાય છે તે પણ એક સમસ્યા છે.

આ પ્રકારના એઆઈ ટુલ એ તેઓને માહિતી, જ્ઞાન આપવા માટે છે. `સલાહ’ આપવા નહી. ચેટ જીપીટીનો ઉપયોગ એ આત્મહત્યા કેમ કરવી કે કોઈ ક્રાઈમ કઈ રીતે આચરવો તે સલાહ પણ પાસે છે જે પણ ખતરનાક છે.

હવે આ વર્ચ્યુઅલ ટુલ પર નિયંત્રણો આપવા લાગ્યા છે અને તેનો પ્રારંભ સામાન્ય વ્યક્તિને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના એપ.નો પરિચય કરાવનાર ઓપન એઆઈ કંપનીએ ભવિષ્યમાં આ પ્રકારની સલાહથી તેની નાણાકીય સહિતની જવાબદારી બની શકે છે તેવા ડરથી હવે ચેટ જીપીટીને મેડીકલ, કાનુની અને નાણાકીય સલાહ નહી આપવા `કમાન્ડ’ આપી શકે છે.

હાલમાંજ ચેટ જીપીટીની સલાહથી `આત્મહત્યા’ને પ્રોત્સાહન આપવા લાગતા તેમાં પણ હવે એઆઈ કંપનીઓ નવા કમાન્ડ લાવી રહી છે. એઆઈ એ એક નિવેદનમાં કહ્યું છે કે યુઝર્સની નાણાકીય-આરોગ્ય સહિતની સુરક્ષાને ધ્યાનમાં લેતા નવા જો ચેટ જીપીટીની સલાહથી કોઈને કાનુની-નાણાકીય કે આરોગ્યની દ્રષ્ટીએ નુકશાન થાય તો તેની સામે કંપનીની જવાબદારી બનતી રોકવા તેણે આ નિર્ણય લીધો છે.

હવે ચેટ જીપીટી કોઈ ચોકકસ રોકાણ- સ્કીમ કે તેના લાભો-ગેરલાભો અંગે સલાહ નહી આપે. આ જ રીતે કોઈ પોતાના દર્દની કે બિમારીની માહિતી આપે તો ચેટ જીપીટી ડોકટરની અદાથી તેને ચોકકસ દવા, ડોઝ વિ.ની જે સલાહ આપે છે તે પણ નહી આપે.

કાનુની જોગવાઈ અંગે કહેશે પણ તે સબજેકટ ટુ એટલે કે અંતે તેઓને તમારા કાનુની-નાણાકીય-તબીબી વિ. નિષ્ણાંતોની `સલાહ’ પર જ જવા કહેશે. અંતે ડિસ્કલેયર આવી જશે કે જે કરો તે તમારો નિર્ણય હશે અને જોખમ પણ તમારુ જ હશે.

વાસ્તવમાં અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં `જવાબદારી’નું ફેકટર સૌથી મોટુ છે. કોઈપણ સેવા, સાધન, ઉત્પાદનમાં જવાબદારી નિશ્ચિત થતા જો કોઈ નુકશાની ગઈ હોય તો જંગી વળતર ચુકવવું પડે છે. જો કે ફકત માહિતી કે તેવા જ જવાબોથી તેના યુઝર્સને કેટલો ફાયદો થશે કે ઉપયોગી થશે તે પણ પ્રશ્ન છે.
















