HomeAllચીન-અમેરિકાને ટક્કર આપશે હવે આપણું ‘સાણંદ’, PM મોદીએ દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું...

ચીન-અમેરિકાને ટક્કર આપશે હવે આપણું ‘સાણંદ’, PM મોદીએ દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું કર્યું ‘ઉદ્ઘાટન’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન સાણંદ ખાતે દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ આપી છે. તેમણે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમ પહેલા સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો.

પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી અત્યારે સાણંદમાં જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ શરૂ થવાની સાથે જ ભારત હવે ગ્લોબલ ચિપ માર્કેટમાં મજબૂત દાવેદાર બની ગયું છે. જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2023માં ભૂમિપૂજન બાદ ₹22,500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ સુવિધાથી હવે મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થઈ જશે.

સેમિકન્ડક્ટર એ માત્ર એક નાનકડી ચિપ નથી પરંતુ આધુનિક ટેકનોલોજીનું ‘મગજ’ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, તે વીજળીના સુવાહક અને અવાહક (Conductor And Insulator) એમ બંને ગુણધર્મો ધરાવતું વિશેષ તત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ચિપ એક સ્માર્ટ ‘સ્વિચ’ તરીકે કામ કરે છે, જે કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટને ઓપરેટ કરવા માટે જરૂરી આદેશો આપે છે.

આજે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ કાર, હાઈ-ટેક કેમેરા અને જીવનરક્ષક મેડિકલ સાધનો સુધીની તમામ વસ્તુઓ સેમિકન્ડક્ટર ચિપ વગર અધૂરી છે. એવામાં જ્યારે આ ‘માસ્ટર ચિપ’નું ઉત્પાદન ભારતમાં શરૂ થઈ ગયું છે, ત્યારે ભારત વિશ્વના ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં એક શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments