વર્ષના પ્રથમ 11 માસમાં 4600 ટનથી વધુ ચાંદી નિકાસ કર્યુ

ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે ચીને ચાંદી માટે નવી રણનીતિ અપનાવી છે. ચીન હવે સિલ્વર એક્સપોર્ટ પર કડક નિયંત્રણ લાવવાનું છે. નવા નિયમો ગુરુવાર, 1 January થી લાગુ થશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ચાંદી અમેરિકાની ઈન્ડસ્ટ્રી અને ડિફેન્સ સપ્લાય ચેન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ચાંદી સાથે રેર અર્થ એક્સપોર્ટ પર પણ નિર્ણય લેવાયો હતો- ચીનના વાણિજ્ય મંત્રાલયે ઓક્ટોબરમાં જ આ નિયમોની જાહેરાત કરી હતી. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દક્ષિણ કોરિયામાં મળ્યા હતા.

આ દરમિયાન ચીને કેટલાક રેર અર્થ મેટલ્સના એક્સપોર્ટ કંટ્રોલ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવાની સંમતિ આપી હતી અને અમેરિકા તરફથી કેટલાક ટેરિફ પાછા ખેંચવામાં આવ્યા હતા.

આ મહિને ચીને 44 કંપનીઓની યાદી જાહેર કરી છે, જેને 2026 અને 2027માં સિલ્વર એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે. 2026ના નિયમોમાં ઝીક્ષલતયિંક્ષ અને અક્ષશિંળજ્ઞક્ષુ ના એક્સપોર્ટ પર પણ મર્યાદા મુકવામાં આવી છે. સિક્યુરિટીઝ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, નવા નિયમો પછી સિલ્વરને સ્ટ્રેટેજિક મટિરિયલનો દરજ્જો મળ્યો છે અને હવે તેનું એક્સપોર્ટ રેર અર્થની જેમ કંટ્રોલ નિયમો હેઠળ આવશે.

સિલ્વરની વધતી માંગ વચ્ચે ભાવમાં તેજીથી ઉછાળો આવ્યો છે. કેટલીક ચીની કંપનીઓએ કેનેડાની ઊીુંફ જશહદયિ પાસેથી માર્કેટ રેટ કરતાં 8 ડોલર વધારે ભાવે ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

એક ભારતીય ખરીદદારે પણ માર્કેટ પ્રાઈસ કરતાં 10 ડોલર વધારે ભાવ ઓફર કર્યો હતો. સિલ્વરનો ભાવ થોડા સમય માટે 80 ડોલર પ્રતિ ઔંસથી ઉપર ગયો હતો અને પછી 73 ડોલર આસપાસ ટ્રેડ થયો હતો. વર્ષ 2025માં અમેરિકન ડોલર ઈન્ડેક્સ 9.5 ટકા ઘટ્યો છે, જ્યારે સિલ્વરનો ભાવ દોઢગણા કરતાં વધુ વધ્યો છે. ગોલ્ડમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, બિટકોઇન લગભગ 88000 ડોલર પર ટ્રેડ થયો અને વર્ષ દરમિયાન લગભગ 5 ટકા નીચે રહ્યો.











