HomeAllમોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી...

મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં  આઈ.ટી.આઈ. ખાતે  જિલ્લા વહીવટી ટીમ, S0G ટીમ , હ્યુમન ટ્રાફિકીંગ સેલ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે ITI – મોરબીના બાળકો સાથે “International day Against Dray Abuse and Illicit Trafficking “ દિવસની  ઉજવણી કરવામા આવી હતી.

જેમા બાળકોને ડ્રગની અસરો તેનાથી કૌટુબિંક તેમજ સામાજીક અસરો વિશે સમજાવવામા આવ્યા તેમજ આવી પ્રવૃતિથી કઈ રીતે બચવુ તથા બચાવવા વિશે સમજાવવમા આવ્યા હતા. સૌ ઉપસ્થિતોને નશામુક્ત અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી તેમજ MANAS Portal વિશે સમજણ આાપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ પી.આઈ. મીસ્ત્રી, આઈ.ટી.આઈ. ના   જયેશભાઈ હળવદિયા, S0G ટીમ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  ડો.વિપુલ શેરશીયા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ આઈ.ટી.આઈ. ના સ્ટાફ તથા જિલ્લા બાળ સુરક્ષાની ટીમ હાજર રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!