કોકોઆ બટરની જગ્યાએ વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે તેમાં પેકેટ પર લખવું પડશે ઈમીટેશન ચોકલેટ

ભારતમાં ચોકલેટ ઉત્પાદનોની પારદર્શિતા વધારવા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ સ્ટાન્ડર્ડ ઓથોરિટી નવા લેબલીંગ નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

પ્રસ્તાવિત નિયમો મુજબ જે ઉત્પાદનોમાં કોકોઆ બટરની જગ્યાએ વનસ્પતિ વસા (વેજીટેબલ ફેટ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને પેકેટ પર સ્પષ્ટ રીતે ઈમીટેશન ચોકલેટના રૂપે ચિહિનત કરવું પડશે.

રિપોર્ટ અનુસાર અનેક કંપનીઓ ચોકલેટ જેવા દેખાતા ઉત્પાદનો બનાવે છે. પરંતુ તેમાં અસલી કોકોઆ બટરની જગ્યાએ પામ ઓઈલ કે અન્ય વનસ્પતિ વસાનો ઉપયોગ કરવામાં આવે છે.

આવા ઉત્પાદનોની કિંમત અપેક્ષિત રીતે ઓછી હોય છે, પરંતુ ગ્રાહકોને હંમેશા એ સ્પષ્ટ નથી હોતું કે તેઓ અસલી ચોકલેટ ખરીદી રહ્યા છે કે તેનો વિકલ્પ નિયમ લાગુ થયા બાદ કંપનીઓએ પોતાના ઉત્પાદનોનું લેબલીંગ અને માર્કેટીંગમાં ફેરફાર કરવો પડી શકે છે.

પેકેટ પર સામેની બાજુ મોટા અક્ષરોમાં લખવું પડશેઃ ઉત્પાદનોના પેકેટ પર સામેની બાજુ સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં ઈમીટેશન ચોકલેટ લખવું ફરજિયાત કરવાનું આવી શકે છે તેનો ઉદેશ ગ્રાહકોને સાચી જાણકારી આપવી અને ગુણવતાના બારામાં જાગૃત કરવાનો છે.

હાલ અનેક કેસમાં આવી જાણકારી પેકની પાછળ નાના અક્ષરોમાં આપવામાં આવે છે, જેથી ગ્રાહકોને તેને સમજવું મુશ્કેલ પડે છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતમાં વેચાતા ચોકલેટ જેવા ઉત્પાદનોનો મોટો ભાગ વાસ્તવમાં ઈમીટેશન શ્રેણીમાં આવે છે, કારણ કે અસલી કોકોઆ બટર મોંઘુ હોય છે.










