
દેશમાં 15 ઓકટોબરે ચોમાસાની અધિકૃત વિદાય થઈ ચુકી છે. પરંતુ રવિવારથી દેશનાં 90 ટકા વિસ્તારોમાં વાદળ છવાઈ ગયા છે. કયાંક હળવો તો કયાક ભારે વરસાદ થયો છે.

મધ્યપ્રદેશ, ગુજરાત અને દ.ભારતના અનેક રાજયોમાં વરસાદ થયો છે.ખરેખર તો દેશમાં હવામાનની 3 સીસ્ટમ એક સાથે એકટીવ છે. આ સીસ્ટમની અસર મધ્યપ્રદેશ સહીત 15 રાજયોમાં આગામી 4 દિવસ સુધી રહેશે.

અહીં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ એકટીવ થવાથી જમ્મુ-કાશ્મીર લદાખ, હિમાચલ અને ઉતરાખંડમાં પણ વરસાદ પડશે.અરબ સાગરમાં બનેલી સિસ્ટમનાં કારણે ગુજરાતનાં અનેક જીલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

જયારે દ.પૂર્વ બંગાળની ખાડીમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ડીપ ડીપ્રેશન ધીરે ધીરે મજબુત થઈ રહ્યુ છે.આજે તે સમુદ્રી વાવાઝોડૂ મોન્થામાં બદલવાની સંભાવના. તેનુ કેન્દ્ર હાલ વિશાખાપટ્ટનમથી 830 કી.મી.પુર્વ દિશામાં છે. આંધ્રપ્રદેશનાં કેટલાંક ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




















