HomeAllદેશના જહાજો અને બંદરોની સુરક્ષા માટે બ્યુરો ઓફ પોર્ટ સિકયોરિટીની રચના થશે

દેશના જહાજો અને બંદરોની સુરક્ષા માટે બ્યુરો ઓફ પોર્ટ સિકયોરિટીની રચના થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંદર અને નાગરિક ઉડ્ડયન મંત્રીની ઉપસ્થિતિમાં બેઠક બોલાવી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જહાજો અને બંદરગાહોની સુરક્ષા માટે એક ડેડીકેટેડ, નબ્યુરો ઓફ પોર્ટ સિકયોરિટીથ (બીઓપીએસ)ની રચના સંબંધીત સમીક્ષા બેઠક કરી હતી, આ દરમિયાન દેશભરના બંદરગાહો માટે એક મજબૂત સુરક્ષા માળખુ સ્થાપિત કરવાની આવશ્યકતા પર જોર દીધું છે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે સુરક્ષા ઉપાયોને વ્યાપાર ક્ષમતા, લોકેશન અને અન્ય સંબંધીત માપદંડોને ધ્યાનમાં રાખીને ક્રમબદ્ધ અને જોખમના આધાર પર લાગુ કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય બંદર, જહાજ પરિવહન તેમજ જલમાર્ગ મંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત હતા.

બીઓપીએસની રચના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિકયુરીટી (બીસીએએસ)ની તર્જ પર કરવામાં આવી રહ્યું છે, જેનુ નેતૃત્વ ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી કરશે. બીઓપીએસ સુરક્ષા સંબંધી સૂચનાઓનું સમયસર વિશ્ર્લેષણ, આદાન-પ્રદાન નિશ્ચિત કરશે, જેમાં સાઈબર સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!