
આતંકવાદીઓના ખાતમા અને આતંકીઓના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ભારત સરકારે પોતાની પહેલી એન્ટિ ટેરર પોલિસી PRAHAARની જાહેરાત કરી છે. પ્રહાર (PRAHAAR) મારફત સરહદ પારના આતંકવાદ, સાઈબર એટેક અને ડ્રોન તેમ જ નવી ટેક્નોલોજીના ખોટા ઉપયોગથી નિર્માણ થનારા જોખમોના ઉકેલ અને રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એન્ટિ ટેરર પોલિસી અનુસાર સરહદ પારના આતંકવાદ સિવાય ક્રિમિનલ હેકર્સ અને દેશના સાઈબર એટેક મારફત ભારતને ટાર્ગેટ કરે છે.
જમીન, પાણી અને હવાથી ખતરો
એન્ટિ ટેરર પોલિસીમાં જણાવ્યું છે કે ભારતને જમીન, પાણી અને હવાથી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં એવો પણ કહેવામાં આવ્યું છે કે દેશે સરકારી અને નોન-સ્ટેટ એક્ટર્સ બંને વિરુદ્ધ ઊર્જા, રેલવે, એવિયેશન, પોર્ટ, સંરક્ષણ અને એટમિક એનર્જી જેવા વિસ્તારોને પણ વધુ મજબૂત કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટમાં કહ્યું છે કે ભારત આતંકવાદને કોઈ ખાસ ધર્મ, એથનિસિટી, નેશનલાલિટી અથવા સિવિલાઈઝેશન સાથે જોડતો નથી.
સીમા પારના આતંકવાદ પર ગાળિયો કસશે
પોલિસીમાં જણાવ્યું છે કે સરહદ પારના સ્પોન્સર્ડ ટેરરિઝમનો ઉલ્લેખ છે, અલ-કાઈદા અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સિરિયા જેવા ગ્લોબલ ગ્રુપ્સના નામ છે, જેમાં કહ્યું છે કે તેને સ્લીપર સેલ મારફત ભારતમાં હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી, જેમાં ચેતવણી આપી છે કે વિદેશમાં બેઠેલા કટ્ટરવાદીઓ હુમલો કરવા માટે લોકલ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ફંડિંગ અને ઓપરેશન ગાઈડન્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ, એન્ક્રિપ્શન ટૂલનો પણ ઉપયોગ કરે છે, જેના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ટેકનોલોજી અને ડ્રોન મારફત ટક્કર લેવાશે
સરહદ પારના હેન્ડલર્સ દ્વારા ખાસ કરીને પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના ઉપયોગ કરવાના સંકેતો આપ્યા છે. ટેરર ગ્રુપ હવે લોજિસ્ટિક્સ અને રિક્રૂટમેન્ટ માટે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક સાથે કામ કરે છે. ડિજિટલ ફ્રન્ટ મુદ્દે પોલિસીમાં પ્રોપગન્ડા અને ફંડિંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, મેસેજિંગ એપ્લિકેશન, એપ્લિકેશન ટૂલ, ક્રિપ્ટો વોલેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રહાર (PRAHAAR)માં ખાસ વિશેષતા શું હશે
ગૃહ મંત્રાલયે એફઆઈઆર રજિસ્ટ્રેશનથી લઈને પ્રોસિક્યુશન સુધી તપાસના દરેક તબક્કામાં કાયદાકીય નિષ્ણાતોને સામેલ કરવાની ભલામણ કરી છે, જેમાં કહ્યું છે કે આરોપીઓ સામે કેસ વધુ મજબૂત બનાવવામાં આવશે. રેડિક્લાઈજેશનના આધારે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ઉગ્રવાદી હિંસા રોકવા માટે સામુદાયિક અને ધાર્મિક નેતાઓને સામેલ કરવાની અપીલ કરી છે, જેમાં યુવાનો સુધી પહોંચાડવાનો પણ પ્રસ્તાવ છે.
એન્ટિ ટેટર પોલિસીની વિશેષતા જાણો
. આતંકવાદને કોઈ ધર્મ, જાતિ યા રાષ્ટ્રીયતા હોતી નથી. ભારતની કાઉન્ટર ટેરર સ્ટ્રેટેજી પ્રહાર સિદ્ધાંત આધારિત છે.
. થ્રેટ પ્રોફાઈલ સરહદ પારના સ્પોનર્સ આતંકવાદ સૌથી મોટો પડકાર છે.
. અલ કાઈદા અને આઈએસઆઈએસ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો એક્ટિવ છે.
. ડ્રોન, એન્ક્રિપ્શન, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ.
. સાઈબર હુમલા અને રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર જોખમો છે.





















