
ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની આજે 6 ડિસેમ્બર, 2025ના રોજ અંતિમ તારીખ હતી. જો કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. શિક્ષણ બોર્ડે નોટિફિકેશન જાહેર કરી આપી માહિતી.

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આમ આગામી 10 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ પછી 11થી 22 ડિસેમ્બર દરમિયાન લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. ધોરણ 10-12ના બોર્ડના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઇન ભરી શકાશે.







