HomeAllધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી...

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, પ્રેક્ટિકલની હૉલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ એક્ઝામ આગામી 5 ફેબ્રુઆરી, 2026ના રોજ શરુ થવાની છે, ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામના પ્રવેશપત્ર (હૉલ ટિકિટ) 27 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે.

શિક્ષણ બોર્ડ મુજબ, ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને આપવાની થતી પ્રેક્ટિકલ એક્ઝામના હવે થોડા દિવસ બાકી છે, ત્યારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com  પરથી શાળાના ઇન્ડેક્ષ નંબર કે શાળા મોબાઇલ નંબર-ઈમેલ આઇડીથી લોગ-ઇન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!