
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ એક્ઝામ આગામી 5 ફેબ્રુઆરી, 2026ના રોજ શરુ થવાની છે, ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામના પ્રવેશપત્ર (હૉલ ટિકિટ) 27 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે.

શિક્ષણ બોર્ડ મુજબ, ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને આપવાની થતી પ્રેક્ટિકલ એક્ઝામના હવે થોડા દિવસ બાકી છે, ત્યારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી શાળાના ઇન્ડેક્ષ નંબર કે શાળા મોબાઇલ નંબર-ઈમેલ આઇડીથી લોગ-ઇન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.


















