ફિલ્મમાં આ વખતે એક મોટું સરપ્રાઈઝ ટિવસ્ટ પણ જોવા મળશે !!!

5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ ઓલ ટાઇમ બોક્સ ઓફિસ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મે માત્ર તેની મજબૂત કહાની જ નહીં, પરંતુ યાદગાર પાત્રોને કારણે પણ ખાસ ઓળખ બનાવી છે. દિગ્દર્શક આદિત્ય ધરના કામની પણ ચારેય તરફ વખાણ થઈ રહ્યા છે. દર્શકો લાંબા સમયથી ‘ધુરંધર 2’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે આ રાહ પર ખુદ આદિત્ય ધરે પુષ્ટિ કરી છે.

દર્શકો અસમંજસમાં કેમ હતા? :-
હાલમાં અભિનેતા યશની ફિલ્મ ‘ટોક્સિક’નું પ્રોમિસિંગ ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોને લાગવા લાગ્યું હતું કે કદાચ ‘ધુરંધર 2’ની રિલીઝ તારીખ ટળી શકે છે. હકીકતમાં, ‘ટોક્સિક’ 19 માર્ચના રોજ રિલીઝ થવાની છે અને આ જ તારીખ અગાઉથી ‘ધુરંધર 2’ માટે પણ નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી કે મેકર્સ ફિલ્મને મુલ્તવી રાખવાનો નિર્ણય લઈ શકે છે.

આદિત્ય ધરે કરી રિલીઝ તારીખની પુષ્ટિ :-
સોશિયલ મીડિયા પર એક વાતચીત દરમિયાન જ્યારે એક યુઝરે ‘ધુરંધર’ની પ્રશંસા કરતાં ‘ધુરંધર 2’ વિશે આદિત્ય ધરને પૂછ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો:સો સ્વીટ! ધન્યવાદ, 19 માર્ચે સિનેમાઘરોમાં મળીશું.આદિત્ય ધરના આ જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે ‘ધુરંધર 2’ પોતાની નક્કી થયેલી તારીખે જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી પોસ્ટપોનની વાતો માત્ર અફવાઓ છે.

‘ધુરંધર 2’માં જોવા મળશે સરપ્રાઇઝ ટ્વિસ્ટ :-
‘ધુરંધર 2’ને 19 માર્ચ 2026ના રોજ, ઈદના અવસરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણવીર સિંહ, સારા અર્જુન, રાકેશ બેદી અને સંજય દત્ત મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. તાજેતરમાં સામે આવેલી એક વધુ ખાસ વાત એ છે કે પહેલા ભાગમાં અક્ષય ખન્નાનું પાત્ર રહેમાન ડક્કેત મરી જાય છે.

પરંતુ આ પાત્રની જબરદસ્ત લોકપ્રિયતા જોતા મેકર્સે તેને ‘ધુરંધર 2’માં ફરીથી બતાવવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર અક્ષય ખન્ના આ માટે આશરે એક અઠવાડિયા સુધી શૂટિંગ કરશે. આ પાત્ર કયા રૂપમાં જોવા મળશે, તેનો ખુલાસો ફિલ્મ રિલીઝ થયા બાદ જ થશે.












