HomeAllડીલ કરો નહીંતર ખાર્ગ આઇલૅન્ડને રાખ કરી દઈશું: ઈરાનને ટ્રમ્પની 'અંતિમ ચેતવણી'

ડીલ કરો નહીંતર ખાર્ગ આઇલૅન્ડને રાખ કરી દઈશું: ઈરાનને ટ્રમ્પની ‘અંતિમ ચેતવણી’

અમેરિકા ઈરાન યુદ્ધને હવે 31 દિવસ થયા છે, અત્યાર સુધી અમેરિકા તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી, જેના માટે તેણે યુદ્ધ શરૂ કર્યું હતું. ઈરાન અત્યાર સુધી અમેરિકા સામે ન તો ઝૂક્યું છે અને ન તો તેણે કોઈ ઢીલ બતાવી છે. ઈરાનના આ પહાડ જેવા મનોબળને જોઈને હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે. સોમવારે તેમણે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતાં કહ્યું કે, જો હોર્મુઝ સ્ટ્રેટને સામાન્ય કામગીરી માટે ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુને ઉડાવી દઈશું.

‘જો હોર્મુઝ નહીં ખોલવામાં આવે તો બધું જ ઉડાવી દઈશું’

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાનમાં પોતાની સૈન્ય કાર્યવાહી ખતમ કરવા માટે એક નવી અને વધુ સમજદાર સરકાર સાથે ગંભીર વાતચીત કરી રહ્યું છે. આમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ જો કોઈ કારણસર જલ્દીથી કોઈ સમજૂતી થઈ શકતી નથી – જેની શક્યતા છે – અને જો હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ‘સામાન્ય કામકાજ’ માટે ખોલવામાં નહીં આવે, તો અમે ઈરાનમાં અમારા આ ‘સારા વલણ’ને સમાપ્ત કરતાં તેમના તમામ પાવર પ્લાન્ટ, તેલના કૂવા અને ખાર્ગ ટાપુ (અને કદાચ તેમના તમામ ડિસેલિનેશન પ્લાન્ટ્સને પણ) બોમ્બથી ઉડાવીને સંપૂર્ણ રીતે તબાહ કરી દઈશું, જેને અમે જાણી જોઈને અત્યાર સુધી હાથ લગાવ્યો નહોતો. આ અમારા એવા ઘણા સૈનિકો અને અન્ય લોકોની હત્યાના જવાબમાં કરવામાં આવશે, જેમને ઈરાને જૂની સરકારના 47 વર્ષના ‘આતંકના શાસન’ દરમિયાન નિર્દયતાથી મારી નાખ્યા હતા.’

ગ્રાઉન્ડ વોરની તૈયારીમાં અમેરિકા?’

બીજી તરફ, ઈરાનની સંસદના સ્પીકરે આરોપ લગાવ્યો છે કે અમેરિકા એક તરફ વાતચીત પર ભાર આપી રહ્યું છે, તો બીજી તરફ તે જમીની યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ પોતાના હજારો સૈનિકોને મધ્ય પૂર્વમાં તૈનાત કર્યા છે.

અમેરિકન સૈનિકોના આવવાની રાહ: ઈરાન

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA સાથે રવિવારે મોહમ્મદ બાઘેર ગાલીબાફે કહ્યું હતું કે, ‘અમારા લોકો જમીન પર અમેરિકન સૈનિકોના આવવાની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમને આગને હવાલે કરી શકાય અને તેમના પ્રાદેશિક સહયોગીઓને હંમેશા માટે સજા આપી શકાય.’ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશના મધ્ય અને પશ્ચિમી વિસ્તારો પર ઈઝરાયલના વધતા હુમલાઓ વચ્ચે ઈરાન વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments