
ભારતીય શેરબજારમાં શરૂ થયેલો તેજીનો દૌર ધુવાંધાર બની રહ્યો છે. સેન્સેકસ તથા નિફટીમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓટો, રિયાલીટી, એફએમસીજી અને બેંક શેરોમાં જબરી ખરીદી જોવા મળી છે. અને સેન્સેકસ 950 પોઇન્ટ વધીને 83પપ9 નોંધાયો છે. જયારે નિફટીમાં ર88 પોઇન્ટની તેજી જોવા મળી છે અને રપ61ર નોંધાયો છે.

ખાસ કરીને નેસ્લે ઇન્ડિયાના પરિણામોએ એફએમસીજી શેરોમાં તેજીનો માહોલ સર્જી દીધો છે. દિવાળી પહેલા જ શેરબજારમાં ખાનગી બેંકોની સ્ક્રીપ્ટમાં પણ લેવાલી જોવા મળી હતી. જિયો ફાયનાશ્યિલના પરિણામો સારા આવતા તેની અસર જોવા મળી છે અને એકસીસ બેંકોના કવાર્ટર-2ના પરિણામોમાં થોડી નબળાઇ હોવા છતાં પણ તેમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ખાસ કરીને આજે શેરબજારમાં લીસ્ટેડ થયેલા રૂબીકોન રીસર્ચના શેરમાં ર9 ટકાનું પ્રિમીયમ જોવા મળ્યું હતું. રૂા. 1377 કરોડના આઇપીઓમાં ઇશ્યુ પ્રાઇઝ 48પ સામે 620 સુધી મુંબઇ શેરબજાર તથા નેશનલ સ્ટોક એકસચેંજમાં પહોંચી ગયો હતો.

ખાસ કરીને અમેરિકામાં જે રીતે જનેરીક દવાઓ માટેની જે ડયુટી છે તેમાં અપાયેલી રાહતના કારણે આ શેરમાં અને એકંદર જનેરીકા સાથે જોડાયેલા ફાર્મામાં તેજી જોવા મળી છે. છેલ્લા બે સેશનમાં સેન્સેકસ 1પ00 પોઇન્ટ જેટલો ઉંચકાઇ ગયો છે.

ખાસ કરીને બેંકોની સ્ક્રીપ્ટ માર્કેટને ઇંધણ પુરી પાડી રહી છે. જેમાં એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં 1.4 ટકાનો વધારો જોવા મળ્યો છે અને લાંબા સમય સુધી શેરબજારમાંથી પોતાના નાણા પાછા ખેંચી રહેલા ફોરેન ઇન્સ્ટીયુટ ઇન્વેસ્ટરોએ ઓકટોબર માસમાં છેલ્લા 7 સેશનમાં રૂા.3 હજાર કરોડ નાખ્યા હોવાના અહેવાલથી માનસ પરિવર્તન આવ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચેનું ટ્રેડ વિવાદ પણ હવે વધુ ગંભીર બનશે નહીં તેવી ધારણા એ માર્કેટને તેજી આપી છે.


























