HomeAllડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર મોટો ફટકો, કોર્ટે કહ્યું ગેરકાયદેસર; જાણો શું બોલ્યા...

ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર મોટો ફટકો, કોર્ટે કહ્યું ગેરકાયદેસર; જાણો શું બોલ્યા US રાષ્ટ્રપતિ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોર્ટના તે નિર્ણય પર પલટવાપ કર્યો, જેમાં તેમની મોટા ભાગની ટેરિફ નીતિને ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. ટ્રમ્પે કહ્યુ કે તેમની ટેરિફ પોલિસી યથાવત છે અને તે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

ટ્રમ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બધા ટેરિફ હજુ પણ લાગૂ છે! એક પક્ષપાતી અદાલતે ખોટી રીતે કહ્યું કે અમારા ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ અંતે જીત અમેરિકાની થશે.’ તેમણે ચેતવણી આપી કે જો ટેરિફ હટાવવામાં આવશે તો આ દેશ માટે પૂર્ણ આપદા હશે, જેનાથી અમેરિકા આર્થિક રીતે નબળું પડી જશે.

ટેરિફ જ છે તાકાતનું હથિયાર’ટ્રમ્પે કહ્યુ કે અમેરિતા હવે વિશાળ વેપાર ખોટ અને અન્ય દેશોની અયોગ્ય નીતિઓ સહન કરશે નહીં. તેમણે કહ્યું, લેબર ડે વીકેન્ડ પર આપણે યાદ રાખવું જોઈએ કે ટેરિફ આપણા કારીગરો અને મેડ ઇન અમેરિકા ઉત્પાદન બનાવનારી કંપનીઓ માટે સૌથી મોટું હથિયાર છે. સુપ્રીમ કોર્ટની મદદથી અમે તેનો દેશના હિતમાં ઉપયોગ કરીશું અને અમેરિકાને ફરી મજબૂત બનાવીશું.

‘રાષ્ટ્રપતિએ પોતાની સત્તાથી વધુ પગલાં ભર્યા’વોશિંગ્ટન ડીસી સ્થિત યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે કટોકટીની સત્તાઓનો ઉલ્લેખ કરીને ટેરિફ લાદીને પોતાની સત્તાથી વધુ પગલાં ભર્યા. કોર્ટે કહ્યું, ‘કાયદો રાષ્ટ્રપતિને કટોકટીમાં ઘણા પગલાં લેવાની મંજૂરી આપે છે,

પરંતુ આમાં ટેરિફ અથવા કર લાદવાની સત્તાનો સમાવેશ થતો નથી.’ આ નિર્ણય સાથે, એપ્રિલમાં લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા કેટલાક ટેરિફ રદ કરવામાં આવ્યા છે. જો કે, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદવામાં આવેલા અન્ય ટેરિફને અસર થશે નહીં.ટ્રમ્પે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ આ ટેરિફને વાજબી ઠેરવ્યા હતા.

આ કાયદાનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીમાં સંપત્તિ ફ્રીઝ કરવા અથવા પ્રતિબંધો લાદવા માટે થાય છે. ટ્રમ્પ આ કાયદા હેઠળ ટેરિફ લાદનારા પહેલા રાષ્ટ્રપતિ હતા.કોર્ટે કહ્યું કે કોંગ્રેસે પણ ક્યારેય રાષ્ટ્રપતિને અસીમિત ટેરિફ લગાવવાની શક્તિ આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો નહોતો. આ ચુકાદો પાંચ નાના અમેરિકી વ્યવસાયો અને 12 ડેમોક્રેટ શાસિત રાજ્યોની અરજી પર આવ્યો, જેમાં દલીલ આપવામાં આવી કે બંધારણ પ્રમાણે ટેરિફ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે, ન રાષ્ટ્રપતિ પાસે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!