HomeAllદરેક ભારતીય માટે ચેટજીપીટી ગો થયું ફ્રી, જુઓ કેવી રીતે એક્ટિવેટ કરશો...

દરેક ભારતીય માટે ચેટજીપીટી ગો થયું ફ્રી, જુઓ કેવી રીતે એક્ટિવેટ કરશો ઓફર

OpenAI દ્વારા ભારતીય માટે ચેટજીપીટી ગોને ફ્રી કરી દેવામાં આવ્યું છે. OpenAIના ઘણાં સબ્સ્ક્રિપ્શન છે. ફ્રી વર્ઝન બાદ સૌથી પહેલું એટલે કે બેસિક સબ્સ્ક્રિપ્શન ચેટજીપીટી ગો છે.

આ વર્ઝનને ભારતના યુઝર્સ માટે ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ સબ્સ્ક્રિપ્શનની મહિનાની કિંમત 399 રૂપિયા છે. એને એક વર્ષ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. જોકે આ ઓફરને એક્ટિવેટ કરવી જરૂરી છે.

ચેટજીપીટી માટે ભારત દુનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. આ માટે જ તેમના દ્વારા આ ઓફરને રજૂ કરવામાં આવી છે.AI યાદ રાખશે દરેક ચેટચેટજીપીટી ગો વર્ઝનમાં AI તમામ ચેટને યાદ રાખશે.

ભૂતકાળમાં જે પણ વાતચીત કરી હશે એને યાદ રાખશે અને એનાથી યુઝર્સને પર્સનલાઇઝ્ડ જવાબ આપશે. આથી યુઝરે એક જ વાત વારંવાર ન કરવી પડે. ભારતમાં AI ટૂલને ખૂબ જ ઝડપથી સ્વીકારવામાં આવી રહ્યું છે.

આથી OpenAI દ્વારા આ તકનો લાભ ઊઠાવવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા દરેક ભારતીયોને તેમનું લેટેસ્ટ AI મોડલ GPT-5 ફ્રીમાં ઉપયોગ કરવા દેવામાં આવી રહ્યું છે.

ભારતમાં કરવા માંગે છે વધુ બિઝનેસભારતની સરકાર દ્વારા IndiaAI મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. એ દ્વારા ભારતમાં AIનો વધુ ઉપયોગ કરવામાં આવે તેમજ લોકોને એ વિશે જણાવી, શીખવાડી તેમની કાર્યક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ છે.

આ ઉદ્દેશનો ફાયદો ચેટજીપીટી ઉઠાવી રહ્યું છે. આ મિશન હેઠળ તેમણે ચેટજીપીટી ગોને ફ્રી કરી દીધું છે. આથી તેઓ સરકાર સામે પણ સારા બની ગયા છે અને લોકોને પણ ફાયદો આપી રહ્યા છે.

જોકે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો તેમને છે. એક વર્ષની અંદર તેઓ લોકોને ચેટજીપીટીના આદતી બનાવી દેશે. આથી ત્યાર બાદ યુઝર્સે ચેટજીપીટીનું સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. આ દ્વારા ચેટજીપીટી ભારતમાં વધુ બિઝનેસ કરી રહ્યું છે.

કેવી રીતે ઓફર એક્ટિવેટ કરશો?આ માટે ચેટજીપીટી યુઝર દ્વારા ચેટજીપીટીની વેબસાઇટ પર ઓપન કરવાનું રહેશે. મોબાઇલની એપ્લિકેશન અથવા તો લેપટોપની એપ્લિકેશન પર એ એક્ટિવેટ નહીં થાય.

વેબસાઇટ પર એકાઉન્ટ દ્વારા ચેટજીપીટી ઓપન કર્યા બાદ “ટ્રાય ચેટજીપીટી ગો” વિકલ્પ જોવા મળશે. “ટ્રાય નાઉ” પર ક્લિક કરતાં જ એક વેબસાઇટ ઓપન થશે. એમાં પ્લાન પસંદ કર્યા બાદ યુઝરે પોતાની તમામ ડીટેલ્સ નાખવાની રહેશે. આ માટે યુઝરે એડ્રેસથી લઈને બેંક એકાઉન્ટની ડીટેલ્સ પણ દાખલ કરવાની રહેશે.

એ કરતાં જ એક વર્ષ સુધી આ સર્વિસ ફ્રીમાં એક્ટિવેટ થઈ જશે. બેંક ડીટેલ્સ નાખ્યા બાદ સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવામાં આવતાં ફક્ત એક મહિના સુધી જ એનો ઉપયોગ કરી શકાશે. આથી બેંક ડીટેલ્સ એમાં રાખવી જરૂરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!