HomeAllદરિયાના પાણીથી ચાલશે કાર?: ખારા પાણીમાંથી ચીને બનાવ્યું ઇંધણ એ પણ ફક્ત...

દરિયાના પાણીથી ચાલશે કાર?: ખારા પાણીમાંથી ચીને બનાવ્યું ઇંધણ એ પણ ફક્ત 24 રૂપિયામાં…

દુનિયાભરમાં હાલમાં પીવાના સાફ પાણીની સાથે પેટ્રોલ અને ડીઝલના પર્યાય માટે ખૂબ જ મોટી સમસ્યા છે. આ તમામની વચ્ચે ચીન દ્વારા એક નવી શોધ કરી છે. દુનિયામાં પહેલી વાર દરિયાના પાણીમાંથી પીવા લાયક પાણી બનાવવાની સાથે ગ્રીન હાઇડ્રોજન ઇંધણ અને મિનરલથી ભરપૂર ખારું પાણી બનાવવામાં આવ્યું છે. દુનિયાભરના એક્સપર્ટ અને લોકો દ્વારા ચીનના આ પ્રોજેક્ટના વખાણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ક્લીન એનર્જી અને વોટર સિક્યોરિટી માટે ગેમ-ચેન્જર છે.

ક્યાં આવ્યો છે આ પ્રોજેક્ટ? 

આ પ્રોજેક્ટ ચીનના શેનડોંગ પ્રોવિન્સમાં આવેલો છે. આ પ્લાન્ટ વર્ષે 800 ટન દરિયાના પાણીનો ઉપયોગ કરશે. એમાંથી 4.50 લાખ લિટર અલ્ટ્રા-પ્યોર ફ્રેશ વોટર, 19.20 કરોડ લિટર ગ્રીન હાઇડ્રોજન અને 350 ટન મિનરલથી ભરપૂર ખારું પાણી મળશે. આ પ્રોજેક્ટને આસપાસની સ્ટીલ અને પેટ્રોકેમિકલ કંપનીની ઉત્પન્ન થતી નકામી ગરમીનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં એક વસ્તુ દાખલ કરવામાં આવશે અને એમાંથી ત્રણ વસ્તુ મેળવવામાં આવશે. એક હજાર લિટર ફ્રેશ પાણી મેળવવા માટે ફક્ત 2 ચાઇનીઝ યુઆન એટલે કે અંદાજે 24થી 25 રૂપિયાનો ખર્ચ થશે. યુનાઇટેડ અરબ ઓફ એમિરેટ્સમાં આ પાણીની કિંમત અંદાજે 42 રૂપિયા અને અમેરિકામાં અંદાજે 186 રૂપિયા છે. ચીનમાં ઘરમાં આવતાં પાણીની કિંમત પાંચ યુઆન છે અને એની સામે આ ફક્ત બે યુઆનમાં મળે છે. એટલે કે એનાં કરતાં પણ આ ખૂબ જ સસ્તુ છે. આ પ્રોજેક્ટ દ્વારા જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન થશે એને અંદાજે 24 રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવશે. ભારતમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધીની છે. જોકે એની સામે આ કિંમત ખૂબ જ ઓછી છે.

શું છે ગ્રીન હાઇડ્રોજન? 

રીન્યુએબલ એનર્જી એટલે કે સોલર અથવા તો પવનનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે અલગ-અલગ કરવામાં આવે એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે. ગ્રે અને બ્લુ હાઇડ્રોજનની સરખામણીમાં ગ્રીન હાઇડ્રોજનથી પ્રદૂષણ નથી થતું. દુનિયાભરમાં ક્લીન એનર્જીના પર્યાય માટે હવે એને મુખ્ય ગણવામાં આવી રહ્યું છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટેશન, એનર્જી સ્ટોરેજ અને ફર્ટિલાઇઝર્સમાં એનો ઉપયોગ કરી શકાય છે. એમાં પ્રદૂષણ નથી થતું અને એક કરતાં વધુ રીતે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકાતા એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કાર્બનનું પ્રમાણ ઓછું કરવા માટે પણ એ મદદરૂપ થઈ શકે છે. વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે પ્રોડક્શન કોસ્ટ વધી શકે છે. તેમ જ ગ્રીન હાઇડ્રોજનના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.

દુનિયાભરમાં આ પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં આવશે 

ચીનના દરિયાના પાણીમાંથી જે રીતે ગ્રીન હાઇડ્રોજન મેળવવામાં આવ્યું છે એને દુનિયાભરમાં ખૂબ જ વેગ મળશે. ઘણાં દેશ આ માટે કોશિશ કરશે. ભારતમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનું લક્ષ્ય છે કે તેઓ ભારતને દુનિયાભરમાં હાઇડ્રોજન પ્રોડક્શન અને એક્સપોર્ટ માટે હબ બનાવે. અમેરિકા અને યુરોપ યુનિયન દ્વારા પણ હાઇડ્રોજન કોરિડોર અને પોતે એનું હબ બનવા માટે ઘણાં બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. વર્લ્ડ બેન્ક પણ હવે દુનિયાભરના ડેવલપિંગ દેશને ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહી છે. ચીનનો પ્રોજેક્ટ પાણીની સિક્યોરિટી અને ઇંધણમાં પણ બદલાવ લાવવા માટે મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે.

ભવિષ્યની કાર 

દરિયાના પાણીથી ચાલતી કાર હવે કોઈ સાયન્સ ફિક્શન નથી રહ્યું. બહુ જલદી પેટ્રોલ એન્જિનની જગ્યાએ હવે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સનો ઉપયોગ કરવામાં આવશે. એનાથી ક્લીન એનર્જી મળવાની સાથે એ સસ્તી પણ હશે અને પ્રદૂષણ મુક્ત પણ હશે. જો દુનિયાભરની કાર કંપનીઓ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો તો ઓઇલ માર્કેટ મુશ્કેલીમાં આવી જશે. એના કારણે જિયોપોલિટિક્સ બદલાઈ જશે. તેમ જ કાર્બન-ફ્રી ભવિષ્ય તરફ એક નવું પ્રયાણ શરૂ થશે.

કેવી મુશ્કેલીઓ આવી શકે છે? 

ભારત જેવા દેશમાં ગ્રીન હાઇડ્રોજન મેળવવા માટે વિપુલ પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે છે અને એ માટે પૈસા ખૂબ જ જોઈશે. પેટ્રોલની સરખામણીમાં ગ્રીન હાઇડ્રોજનને સ્ટોર કરવું અને ટ્રાન્સપોર્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ગ્રીન હાઇડ્રોજન મેળવવા માટે કેટલો ખર્ચ થાય એ દરેક કંપની અથવા તો દેશ દ્વારા ટેસ્ટ કરવું જરૂરી છે. સસ્તા હાઇડ્રોજનને કારણે ઓઇલના માર્કેટમાં ખૂબ જ દબાણ આવી જશે.

હાઇડ્રોજન બનાવવા માટે હવે મીઠા પાણીની જરૂર નથી 

ચીન દ્વારા શોધવામાં આવેલી નવી ટેક્નિક બાદ હવે હાઇડ્રોજનને ભવિષ્યનું ઇંધણ માનવામાં આવી રહ્યું છે. પહેલાં એને બનાવવા માટે ખૂબ જ વધુ વિજળી અને મીઠા પાણીની જરૂર હતી. ખારું પાણીનો ઉપયોગ કરવાથી મશીન ખરાબ થઈ જતી હતી. જોકે ચીનની નવી ટેક્નિકથી આ સમસ્યા જ દૂર થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ હવે દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને એમાંથી હાઇડ્રોજન બનાવવામાં આવી રહ્યો છે. ચીનના પ્લાન્ટ દ્વારા જે હાઇડ્રોજન બનાવવામાં આવી રહ્યું છે એના દ્વારા સો બસને દર વર્ષે 3800 કિલોમીટર સુધી દોડાવી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!