HomeAllદસ હજાર રૂપિયાથી વધુ મોકલશો તો… ટ્રાન્સફર થવામાં લાગશે એક કલાક !!!

દસ હજાર રૂપિયાથી વધુ મોકલશો તો… ટ્રાન્સફર થવામાં લાગશે એક કલાક !!!

જો તમે યુપીઆઈ અથવા આઈએમપીએસ દ્વારા કોઈ વ્યક્તિને 10,000 રૂપિયાથી વધુની રકમ મોકલો છો, તો તે રકમ પહોંચવા માટે એક કલાક રાહ જોવી પડી શકે છે. ખરેખર, દેશમાં વધતાં ડિજિટલ ફ્રોડને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક એક મોટું પગલું ભરવા પર વિચાર કરી રહી છે.

નવી યોજના હેઠળ 10,000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર 1 કલાક સુધીનો કૂલિંગ પીરિયડ લાગું કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર આરબીઆઈએ 8 મે સુધી સૂચનો માંગ્યા છે. ત્યારબાદ અંતિમ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી શકે છે.

આ માટે કરવામાં આવી રહ્યાં છે પ્રયાસો :-
આ પગલા પાછળનું સૌથી મોટું કારણ વધતું ડિજિટલ ફ્રોડ છે. આંકડા મુજબ 2021 માં 551 કરોડ રૂપિયાના ફ્રોડ કેસ સામે આવ્યાં હતાં, જે 2025 સુધીમાં વધીને 22,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયા છે. 10,000 રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શન કુલ ફ્રોડની 98 ટકા વેલ્યુ કવર કરે છે. આનાથી ઓનલાઇન ડરાવી-ધમકાવીને કરવામાં આવતી છેતરપિંડી પણ રોકી શકાશે.

આ પણ પ્રસ્તાવ… કિલ સ્વિચ પર પણ થઈ રહ્યો છે વિચાર :-
1). 10,000 રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શનને 1 કલાક માટે હોલ્ડ પર રાખવામાં આવશે. આ દરમિયાન ગ્રાહક તેને રદ કરી શકશે.

2). વરિષ્ઠ નાગરિક એટલે કે 70 વર્ષની ઉંમરના લોકો માટે 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્સફર પર ટ્રસ્ટેડ પર્સન એટલે કે વિશ્વાસુ વ્યક્તિની પરવાનગી અનિવાર્ય હશે.

3). વ્યક્તિગત અને નાના બિઝનેસ ખાતાઓમાં 25 લાખ રૂપિયાથી વધુ જમા થવા પર બેંક પુષ્ટિ કર્યા પછી જ પૈસા ક્રેડિટ કરશે.

4). રિઝર્વ બેંક ’કિલ સ્વિચ’ પર પણ વિચાર કરી રહી છે. આ બટનથી ગ્રાહક એક જ વારમાં પોતાના તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલ જેમ કે યુપીઆઈ, કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ બધું જ બંધ કરી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments