દશેરા તા. 02-10-25, ગુરુવારના રોજ સામૂહિક ધ્યાન, પૂજ્ય સ્વામીજીના ઑનલાઈન પ્રવચન તથા મહાયજ્ઞનો લાભ લોકો મેળવશે.

હિમાલયીન ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત આ ધ્યાનયોગને સાથે સમગ્ર વિશ્વના લાખો લોકોએ જીવનમાં જોડ્યું છે. વિશ્વના 70થી વધુ દેશોમાં આ ધ્યાનયોગનો પ્રચાર થઈ રહ્યો છે અને લોકો આ ધ્યાનયોગ થકી સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે, સંતુલિત જીવન જીવી રહ્યા છે. જુદા-જુદા દેશોમાં ધ્યાનસ્થલી પણ નિર્માણ થયેલ છે, જ્યાં સ્થિત શ્રી ગુરુશક્તિધામમાં શ્રી મંગલમૂર્તિના સાંનિધ્યમાં લોકો ધ્યાનનો લાભ લે છે.
આવી જ એક ધ્યાનસ્થલી મોરબી નજીક સિંધાવદર ગામ પાસે આવેલ છે. આ ધ્યાનસ્થલીમાં હાલ સ્થાયી શ્રી ગુરુશક્તિધામનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. શ્રી ગુરુશક્તિધામના નિર્માણકાર્યને વેગ મળે તે હેતુથી તા. 02-10-25 ગુરુવારના રોજ દશેરાના પાવન દિને ધ્યાનસ્થલી, મોરબી ખાતે સાંજે 3 થી 5 દરમિયાન શ્રી ચૈતન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં કોઈ પણ ભાવિકો ભાગ લઈ શકશે.

આ મહાયજ્ઞમાં શ્રી ગુરુશક્તિધામના ગર્ભગૃહથી લઈને આસપાસના પરિસરના સ્થાન મુજબ વશિષ્ટ કુંડ, વિશ્વામિત્ર કુંડ, અત્રિ કુંડ, ભારદ્વાજ કુંડ જેવી વિવિધ શ્રેણી છે. સવારે 10:00 થી 11:00 દશેરાનું સમૂહ ધ્યાન, 11:00 થી 12:00 નાગપુરથી પૂજ્ય સ્વામીજીના પ્રવચનનું જીવંત પ્રસારણ તેમજ બપોરે 3:00 થી 5:00 મહાયજ્ઞ કરવામાં આવશે. જે લોકોને યજ્ઞમાં ન બેસવું હોય તે લોકોએ પણ હાજર રહેવા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. યજ્ઞનું મહત્ત્વ આપણાં શાસ્ત્રોમાં પણ દર્શાવાયું છે.

હાલ દરેક ધ્યાનસ્થલીમાં સવારે અને સાંજે વિશ્વશાંતિ અને ચિત્તશુદ્ધિ યજ્ઞ થાય છે તેમજ કેટલાક પાવન પર્વમાં પણ પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં યજ્ઞ કરવામાં આવે છે. દશેરા જેવા પવિત્ર દિવસે આ સામૂહિક શ્રી ચૈતન્ય મહાયજ્ઞનો લાભ લેવા સહુને સૌરાષ્ટ્ર ઝોન આચાર્ય સંકુલ દ્વારા આમંત્રણ છે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે 9429044180 પર સંપર્ક કરી શકાશે.
















