HomeAllદુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા ડિજીટલ માર્કેટમાં ભારતનો દબદબો

દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા ડિજીટલ માર્કેટમાં ભારતનો દબદબો

ભારત હાલમાં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધી રહેલી ડિઝીટલી માર્કેટમાનું એક છે અને અહી નવી અને મોટી તકોની કોઈ કમી નથી. આ કારણે અમેરિકા જેવા દેશની સૌથી મોટી કંપનીઓ પણ ભારતમાં જોરદાર રોકાણ કરી રહી છે.

ગુગલ, માઈક્રોસોફટ અને એમેઝોન વેબ સર્વિસીઝ જેવા વૈશ્વિક દિગ્ગજોનો ભારત પર વધતો સંકેત આવે છે કે, દેશ હવે માત્ર ડિઝીટલ ક્રાંતિનું નેતૃત્વકર્તા બનવાની દિશા તરફ આગળ વધી રહ્યો છે. જો નીતિગત સ્થિરતા અને કૌશલ વિકાસ ચાલુ રહે તો આ `એઆઈ એન્જીન’ ઘરેલુ વિકાસને ગતિ દેવાની સાથે જ નહીં, બલકે વૈશ્વિક ડિઝીટલ અર્થવ્યવસ્થાનું અગ્રણી બની જશે.

ભારતનો બદલાતો ડિજીટલ સિનારિયો

એક સમયે ભારતને દુનિયાની આઈટી બેનન્ક ઓફિસ કહેવામાં આવતું હતું, પણ હવે તે વૈશ્વિક એઆઈ અર્થ વ્યવસ્થાનો `એન્જીન રૂમ’ બનતો જઈ રહ્યો છે. આઈટી સેવાઓની લહેરે ભારતને 300 અબજ ડોલર (લગભગ 26584.86 અબજ રૂપિયા)નો ઉદ્યોગ અને 60 લાખ નોકરીઓ આપી હતી. પરંતુ હાલની એઆઈ લહેરની આગેવાની હવે ગ્લોબલ બિગ ટેક કંપનીઓ કરી રહી છે, જે ભારતની ડેટા ક્ષમતા, પ્રતિભા અને માંગ પર ભરોસો કરી રહી છે.

બેંગ્લુરુ સ્થિત કન્સલ્ટન્સી અનઅર્થ ઈનસાઈટના અનુસાર ભારત દુનિયાના સૌથી મોટા ડિજીટલ બજારો પૈકી એક છે અને 2030 સુધીમાં 1.2 અબજ ઈન્ટરનેટ યુઝર્સનું ઘર બનશે.

મોટી ટેક કંપનીઓનો મોટો દાવ માઈક્રો સોફટઃ સત્ય નડેલા

સત્ય નડેલાએ માઈક્રોસોફટ દ્વારા કરવામાં આવી રહેલા 17.5 બિલીયન ડોલરના રોકાણને ભારતના એઆઈ પ્રથમ ભવિષ્યની દિશામાં ઉઠાવવામાં આવેલ સૌથી મોટુ પગલુ બતાવ્યું છે.

માઈક્રો સોકરે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યુ છે કે કંપનીનું આ રોકાણ ત્રણ સ્તંભ સ્કેલ, કૌશલ અને સંપ્રભુતા પર આધારીત હશે તેનો ઉદેશ ભારતમાં એઆઈ ઈકો સીસ્ટમ એઆઈ ઈકો સીસ્ટમ તૈયાર કરવાનો છે.

ગુગલઃ સુંદર પીચાઈ

ઓકટોબર 2025 માં ગુગલે ભારતમાં પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટુ રોકાણ જાહેર કર્યું. કંપની આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમ 15 અબજ ડોલર લગભગ 1329.24 અબજ ડોલર (રૂપિયા)ના ખર્ચથી એક વિશાળ એઆઈ ડેટા હબ સ્થાપિત કરશે

એમેઝોન વેબ સર્વીસીઝઃ જેફ બેઝોસ

ભારતમાં અત્યાર સુધીમાં 12.7 અબજ ડોલર (લગભગ 1125.43 અબજ રૂપિયા)ના રોકાણ કરવાનો વાયદો કર્યો છે. તેમાં મહારાષ્ટ્રમાં 8.3 અબજ ડોલર (લગભગ 735.51 અબજ રૂપિયા)નું રોકાણ સામેલ છે. અનુમાન છે કે તેના વિસ્તારથી દાયકાનાં અંત સુધીમાં 81 હજારથી વધુ નોકરીઓ પેદા થશે.

ઈન્ટેલઃ લીવ બુટેન

ઈન્ટેલ ભારતનાં ઝડપથી વધતા બજાર માટે એઆઈ-પીસી સમાધાનોનાં ઝડપથી વિસ્તારને સંભાવનાઓ પર વિચાર કરી રહ્યું છે. ઈન્ટેલની ટાટાની સાથે ભાગીદારીથી ભારતના વૈશ્વિક સેમી કંડકટર-કેન્દ્ર બનવાના લક્ષ્યને ગતિ મળશે અને વધતી સ્થાનિક માંગને પુરા કરવામાં મદદ મળશે.

ભારત બની રહ્યું છે એઆઈનું કેન્દ્ર

ભારતમાં એક અબજ ડોલરથી વધુ આવકવાળી 170 લિસ્ટેડ કંપનીઓ, એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 1800થી વધુ વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર મોજૂદ છે. આધાર, યુપીઆઈ, ઓએનડીસી, ડિજીલોકર અને ડીજીયાત્રા જેવા ડિજીટલ પ્રયાસોએ ભારતને એક `લિવિંગ લેબ’માં બદલી દીધું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!