એ. એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળતા વિદાય અને સન્માન સમારોહ યોજાયો

Written by

in

મોરબી | તા. ૧૧-૦૭-૨૦૨૫, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એમ. છાસિયાને નાયબ નિયામક તરીકે બઢતી મળતા આજ રોજ તેમની વિદાય અને સન્માન સમારોહ જિલ્લા પંચાયત મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના માન. પ્રમુખ હંસાબેન પારેઘી, અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા, મોરબી શહેર અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી,

નટુભાઈ ચૌહાણ, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ પરમાર, વિક્રમભાઈ ટુંડિયા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત સૌએ છાસિયા સાહેબને બઢતી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને તેમની સેવાઓની પ્રશંસા કરી હતી અને નવા પદ માટે શુભકામનાઓ આપી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version