HomeAllએઆઈ દૂરસંચાર ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવશે : ગ્રાહકને ફ્રોડથી સુરક્ષા આપશે, કોલડ્રોપ...

એઆઈ દૂરસંચાર ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવશે : ગ્રાહકને ફ્રોડથી સુરક્ષા આપશે, કોલડ્રોપ ઘટાડશે

હવે એઆઈનો દૂરસંચાર ક્ષેત્રમાં પ્રવેશથી ક્રાંતિના એક નવા ચરણનો આરંભ થઈ રહ્યો છે. એઆઈથી હવે સ્પામર્સ એટલે ફ્રોડથી પણ સુરક્ષા મળશે એટલું જ નહીં, કોલડ્રોપમાં ઘટાડો ઈન્ટરનેટની ઝડપ, ગ્રામીણ ક્ષેત્રમાં બહેતર નેટવર્ક કવરેજ અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ મળવી સંભવ બનશે.

મતલબ કે ટેકનીક માત્ર ઝડપી જ નહી બને બલકે વધુ સમજદાર અને ભરોસાલાયક પણ બનશે. અત્રે ચાલી રહેલ ઈન્ડીયા એઆઈ ઈમ્પેકટ સમીટ 2026માં દૂરસંચાર ક્ષેત્રમાં એઆઈ કેવી રીતે પરિવર્તન લાવશે તેનો સંકેત મળી રહ્યા છે.

સેલ્યુલર સેવા પ્રદાતા કંપનીઓના સંગઠન સીઓએઆઈ, દૂરસંચાર વિભાગ (ડોટ) અને સોફટવેર ટેકનોલોજી પાર્કસ ઓફ ઈન્ડિયા (એસટીપીઆઈ)ના સહયોગથી બે મહત્વપૂર્ણ સહયોગ થયા હતા.

આ સત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભવિષ્યનું દૂરસંચાર નેટવર્ક માત્ર કનેકટીવીટી આપનાર માધ્યમ જ નહીં રહે, બલકે એઆઈના પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
સીઓએઆઈના મહાનિર્દેશક લેફટી. જન. કેપ્ટન એસ.વી.કોછરે જણાવ્યું હતું કે દૂરસંચાર નેટવર્ક એઆઈ સંચાલીત ભારતનું કરોડરજજૂ છે.

દૂરસંચાર કંપનીઓ માટે એઆઈ આધારિત નેટવર્ક ઈન્ટેલિજન્સના માધ્યમથી સ્પેસ, છેતરપીંડી અને દુર્ભાવનાપૂર્ણ સંચારની ઓળખ કરીને તેને રોકવાની પ્રાથમીકતા છે. એઆઈની મદદથી નેટવર્ક ઓટોમેટ્રીક ટ્રાફીકને સંતુલીત કરી શકશે. સંભવિત ટેકનીકલ ખરાબીનું અગાઉથી અનુમાન લગાવી ઠીક કરી શકશે અને ગ્રાહકોને બહેતર ગુણવતાવાળી સેવા આપી શકશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!