HomeAllએપલ બનાવી રહ્યું છે તેમના પહેલાં AI સ્માર્ટ ગ્લાસ, જાણો શું હશે...

એપલ બનાવી રહ્યું છે તેમના પહેલાં AI સ્માર્ટ ગ્લાસ, જાણો શું હશે નવું…

એપલ દ્વારા હવે તેમના પહેલાં AI સ્માર્ટ ગ્લાસ બનાવવામાં આવી રહ્યાં છે. એને એપલ ગ્લાસીસ નામ આપવામાં આવી રહ્યું છે જેને 2026માં લોન્ચ કરવામાં આવશે. અગાઉ એવી વાત ચાલી હતી કે એપલ AR ડિસપ્લે અને વિઝન ઓએસ ઇન્ટીગ્રેશન પર કામ કરી રહ્યું છે, પરંતુ હાલમાં એક માહિતી લીક થઈ એ અનુસાર એપલ ગ્લાસીસ પર કામ કરી રહ્યું છે. એપલના આ AI ગ્લાસ આઇફોન માટે એક એસેસરીઝની જેમ પણ કામ કરશે.

ઘણાં કેમેરાનો સમાવેશ કરવામાં આવશે

એપલના પહેલાં AI સ્માર્ટ વોચમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવશે. એમાં કસ્ટમ ચીપ હશે અને એપલ વોચમાં ઉપયોગમાં લેવાતી S સિરીઝનો સમાવેસ કરવામાં આવશે. એ પાવર એફિશિયન્સીની સાથે ડિવાઇઝના ઘણાં બધા કેમેરાને કન્ટ્રોલ કરશે. આ કેમેરા ફોટો અને વીડિયોની સાથે વિઝ્યુલ ઇન્ટેલિજન્સને પણ સપોર્ટ કરશે. ઉદાહરણ તરીકે કોઈ ઓબ્જેક્ટને ઓળખવાની સાથે દૃશ્ય અને એ વિશેની માહિતી મેળવવા માટે પણ કામ આવશે.

સિરી અને હેલ્થ-ટ્રેકિંગ ફીચર્સ

એપલ દ્વારા સિરીના નવા વર્ઝન પર કામ કરવામાં આવી રહ્યું છે. સિરીનું આ વર્ઝન AI આધારિત હશે. આથી AI સ્માર્ટ વોચમાં સિરીનો સમાવેશ કરવામાં આવશે જે વોઇસ કમાન્ડથી કામ કરશે. એમાં મીડિયા પ્લેબેક અને સવાલોના જવાબ સાંભળવા માટે બિલ્ટ-ઇન સ્પીકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એરપોડ્સ સાથે આ સ્માર્ટ ગ્લાસ ખૂબ જ ઉત્તમ પર્ફોર્મન્સ આપશે. આ સાથે જ એમાં હેલ્થ-ટ્રેકિંગ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. જોકે એમાં ક્યા સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે એ વિશે માહિતી નથી મળી.

ફેશન પ્રોડક્ટ તરીકે થશે માર્કેટિંગ

એપલ તેના AI સ્માર્ટ વોચની એક કરતાં વધુ ડિઝાઇન બનાવી રહી છે. એપલ વોચને જે રીતે અલગ-અલગ વર્ઝનમાં લોન્ચ કર્યા હતા એ જ રીતે આ સ્માર્ટ ગ્લાસને પણ લોન્ચ કરવામાં આવશે. એપલ એને એક ટેક એસેસરીઝની સાથે ફેશન પ્રોડક્ટ તરીકે માર્કેટિંગ કરવા ઇચ્છી રહી છે. કંપનીનું માનવું છે કે ટેક્નોલોજીના ચાહકો તો એની ખરીદી કરશે, પરંતુ ફેશન માટે પણ એને પહેરવામાં આવે એ માટે માર્કેટિંગ કરવામાં આવશે. એના દ્વારા વધુ લોકોને ટાર્ગેટ કરી શકાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!