
15 ઓગસ્ટથી દેશભરમાં ટોલ ટેક્સ ચુકવવા માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ થઈ જશે. જેનાથી હાઈવે અને એક્સપ્રેસ વે પર સફર કરતા વાહનચાલકોને ટોલની ચુકવણી કરવામાં સરળતા રહેશે.

હવે વારંવાર રિચાર્જ કે બેલેન્સની ચિંતા કર્યા વગર તમે આસાનીથી સફર કરી શકો છો. એનુઅલ ફાસ્ટેગ પાસના ઉપયોગ બાદ ટોલ પસાર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે.

તેના ઉપયોગથી સમયની બચત થશે અને ટ્રાફિક જામ ઓછો થશે. તેની વેલિડિટી એક વર્ષ છે. તે માટે 3000 રૂપિયા ચુકવવા પડશે. તમને જણાવી દઈએ કે એનુઅલ ફાસ્ટેગ પાસનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે રાજમાર્ગ યાત્રા એપથી 2 મિનિટમાં તેનું પ્રી બુકિંગ કરી શકો છો. જાણો શું છે તેની પ્રોસેસ

આ રીતે કરો એનુઅલ ફાસ્ટેગ પાસનું પ્રી-બુકિંગ?15 ઓગસ્ટથી શરૂ થનાર એનુઅલ ફાસ્ટેગ પાસ માટે તમે આજથી પ્રી-બુકિંગ કરી શકો છો. તે માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં રાજમાર્ગ યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તેને ઓપન કરો.

એપમાં લોગિન કર્યાં બાદ Annual FASTag Pass ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. ત્યારબાદ વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર અને જરૂરી જાણકારી ભરવી પડશે. ત્યારબાદ પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ કર્યા બાદ તમને કન્ફોર્મેશન ડિટેલ અને પાસની વિગત એપમાં મળી જશે.

જેનો તમે 15 ઓગસ્ટથી ઉપયોગ કરી શકશો. તમને જણાવી દઈએ કે રાજમાર્ગ એપ સિવાય તમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ખરીદી શકો છો.

3000 ચુકવી થશે બચતએનુઅલ ફાસ્ટેગ પાસની કિંમત સરકાર તરફથી 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફાસ્ટેગમાં તમને 200 વખત ટોલ પ્લાઝા પાર કરવાની તક મળશે.

એટલે કે તમે 3000 રૂપિયા ચુકવી 200 ટોલ પ્લાઝા પર સફર કરી શકો છો.જો તમે સામાન્ય એવરેજ ખર્ચ જુઓ તો આટલા ટોલ પ્લાઝા માટે તમારે 10,000 રૂપિયા ચુકવવા પડે છે. પરંતુ એનુઅલ ફાસ્ટેગ પાસ દ્વારા માત્ર 300 રૂપિયામાં આ સુવિધા મળી જશે.














