HomeAllઘુંટુ ગ્રામસભામાં તલાટી-સરપંચના ઉડાઉ જવાબ સામે ગ્રામજનો રોષે ભરાયા

ઘુંટુ ગ્રામસભામાં તલાટી-સરપંચના ઉડાઉ જવાબ સામે ગ્રામજનો રોષે ભરાયા

2009થી એક પણ ગ્રાન્ટ કે લાઈટ સુવિધા ન મળતા ગ્રામસભામાં ગ્રામજનોની રજૂઆત, ગટરની તાત્કાલિક માંગ છતાં અવળો જવાબ મળતા રોષ ફાટ્યો

મોરબી તાલુકાના રામકો વિલેજની પરેચા સોસાયટી વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલી ઘુટું ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા લાંબા સમયથી બાકી રહેલી સુવિધાઓ માટે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રોડ, લાઈટ , પાણી અને ગટર વ્યવસ્થાની તાત્કાલિક જરૂરિયાત અંગે તલાટી ભાવેશભાઈ અને સરપંચ દેવજીભાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી.


ગ્રામજનોનું કહેવું છે કે વર્ષ 2009 થી આજદિન સુધી ગામ પંચાયત તરફથી એક પણ ગ્રાન્ટ લાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ફાળવવામાં આવી નથી. તેમ છતાં ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી કે જો તમામ સુવિધા એક સાથે બધી સુવિધા પૂરી પાડી શકાય નહીં તો ઓછામાં ઓછી એક સુવિધા ગટરની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.


પરંતુ, આ રજૂઆત દરમિયાન તલાટી ભાવેશભાઈ અને સરપંચ દેવજીભાઈએ ઉગ્રતાથી જવાબ આપતાં જણાવ્યું કે “બાપ થઈને કામ આપવાના નથી.” આ પ્રકારના નિવેદનથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

તલાટી ભાવેશભાઈ અને સરપંચ દેવજીભાઈ


ગ્રામજનો હવે પ્રાથમિક સુવિધાની માંગ માટે પણ આવા શબ્દો સાંભળવા પડતા હોય તો તે જાગૃત નાગરિકો બિલકુલ ચલાવી લેવાના મૂડમાં નથી, તાત્કાલિક જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો તેઓ આગળના દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેવું લોકો જણાવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!