
Google Discover, જે AI દ્વારા સંચાલિત પર્સનલાઇઝ્ડ ફીડ છે અને યુઝરને પોતાની પસંદગીના આર્ટિકલ, વીડિયો બતાવે છે. તેમાં હવે એક મોટું અપગ્રેડ આવનાર છે. Googleએ જાહેરાત કરી છે કે, હવે આ ફીડમાં Instagram, YouTube Shorts અને Xનું કન્ટેન્ટ પણ બતાવશે. સાથે જ દુનિયાભરના પબ્લિશર્સ અને ક્રિએટર્સના અપડેટ્સ પણ મળશે. જલ્દી જ અન્ય પ્લેટફોર્મનો સપોર્ટ આવવાની આશા છે.
Googleનું કહેવું છે કે, આ પરિવર્તન એવા યુઝર્સના ફીડબેક બાદ આવી રહ્યાં છે, જે મિક્સ્ડ કન્ટેન્ટ – આર્ટિકલ્સ, વીડિયો, સોશિયલ પોસ્ટ્સ બધું જ એક જગ્યાએ જોવાનું પસંદ કરે છે. ગૂગલના આ પગલાંથી લોકોને ટ્રેન્ડિંગ કન્ટેન્ટ શોધવામાં સરળતા રહેશે અને તેને અલગ અલગ એપ્સમાં જવાની જરૂર પડશે નહીં.

યુઝર્સ માટે ફીડને વધુ ઉપયોગી બનાવવા માટે ગૂગલ એ ડિસ્કવર પોસ્ટ્સને ટોપ રાઇટ કોર્નર પર એક નવું ફોલો બટન લોન્ચ કર્યું છે. તેને ટેપ કરીને યુઝર્સ સીધા પોતાના પસંદગીના પબ્લિશર્સ અને ક્રિએટર્સને ફોલો કરી શકે છે. એકવાર ફોલો કર્યા પછી, તેનું કન્ટેન્ટ Discoverમાં એક ડેડિકેટેડ સ્પેસમાં જોવા મળશે.

તમે પબ્લિશર કે ક્રિએટર્સના નામ પર ક્લિક કરીને તેના હાલની પોસ્ટ્સ પણ જોઈ શકો છો. જો કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે Google એકાઉન્ટમાં સાઇન ઇન થવું પડશે.

Google સતત Discover અનુભવને વધુ સારો બનાવી રહ્યું છે. ગત મહિને (ઓગસ્ટ 2025)માં તેણે સર્ચ રિઝલ્ટ્સ માટે પસંદગીના સ્ત્રોત સેટ કરવાનું ઓપ્શન લોન્ચ કર્યું હતું. જેનાથી યુઝર્સ ક્લિકબેટથી બચી શકે અને વિશ્વાસપાત્ર વેબસાઇટ્સ પર ટકી રહે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ શોર્ટ્સને જોડીને Discoverને પર્સનલાઇઝ્ડ ન્યૂઝ અને મનોરંજન માટે એક વન-સ્ટોપ હબ તરીકે વધુ મજબૂત કરે છે.

એક નવા બદલાવ સાથે, Google Discover હવે માત્ર ન્યૂઝ અને આર્ટિકલ્સ વિશે નથી. તે ધીમે ધીમે એક પર્સનલાઇઝ્ડ સ્પેસમાં પરિવર્તિત થઈ રહ્યું છે. જ્યાં તમે પોતાના પસંદગીના ક્રિએટર્સ, પબ્લિશર્સ અને ત્યાં સુધી કે સોશિયલ મીડિયા અપડેટ્સને પણ એક જ ફીડ પર ટ્રેક કરી શકો છો.














