
દિવાળીના તહેવારના ગણતરીના દિવસો જ બાકી છે ગુરુવારથી દિવાળીના તહેવારનો પ્રારંભ થશે ત્યારે અમદાવાદ સુરત થી અનેક લોકો પોતાના માર્ગને વતન દિવાળી નો તહેવાર ઉજવતા જતા હોય છે.

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોને કોઇ પણ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિવિધ તહેવારો દરમિયાન ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.

દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરો માટે ST વિભાગ એક્સ્ટ્રા બસ દોડવવામાં આવશે. વધારાની 2600 બસ દોડાવવામાં આવશે. 1 હજાર બસ અમદાવાદ, મહેસાણા અને પાલનપુરથી ઓપરેટ કરવામાં આવશે. 1500 બસ સુરત બસસ્ટેન્ડથી ઓપરેટ કરવામાં આવશે. દિવાળી માટે અત્યાર સુધી 96 હજાર ટિકિટનું બુકિંગ થઇ ચુક્યું છે.

ગુરૂવારથી તહેવારોનો પ્રારંભ થશેદિવાળીના તહેવારના ગણતરીના દિવસો જ બાકી છે ગુરુવારથી દિવાળીના તહેવારનો પ્રારંભ થશે ત્યારે અમદાવાદ સુરત થી અનેક લોકો પોતાના માર્ગને વતન દિવાળી નો તહેવાર ઉજવતા જતા હોય છે.

તેવામાં હવે એસટી વિભાગ દ્વારા પણ વધારાની કુલ 2600 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 1000 જેટલી બસો અમદાવાદ મહેસાણા અને પાલનપુર ખાતેથી ઓપરેટ કરવામાં આવશે. જ્યારે પંદરસો જેટલી બસો ફક્ત સુરત ડેપોને ફાળવવામાં આવી છે.

જેથી ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં સરળતાથી લોકો પરિવારજનો સાથે પોતાના માદરે વતન પહોંચી શકે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન તમામ એસ ટી બસ સ્ટેન્ડ ઉપર ખાસ પૂછપરછના પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે.

ખાનગી બસની જેમ એસટીમાં પણ હવે એડવાન્સ રિઝર્વેશન થાય છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 96000 જેટલી ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન આ ટિકિટ 1,45,000 સુધી આંકડો પહોંચે તેવી પણ શક્યતાઓ જીએસઆરટીસીના અધિકારીઓ વ્યક્ત કરી હતી.


















