HomeAllગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

ગુજરાતમાં એકસાથે 13 IAS અધિકારીઓની બદલી, જાણો કોને કયો ચાર્જ સોંપાયો?

   ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક તરીકે બદલી કરાઈ છે. જ્યારે એમ. થેનારશનને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. 

રાજ્યના 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 9 માંથી 3 અધિકારીઓને બદલી સાથે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોપાયો છે. IAS અશ્વિની કુમારની શહેરી વિકાસ વિભાગમાંથી બદલી કરવામાં આવી છે. અશ્વિની કુમારને રમતગમત યુવા-સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે.

રમેશચંદ મીણા બંદરો અને પરિવહન વિભાગના અગ્રસચિવ તરીકે બદલી કરવામાં આવી છે. એમ. થેન્નારસન શહેરી ગૃહનિર્માણ વિભાગમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવની બદલી કરાઈ છે. જ્યારે મિલિંદ તોરવણેની મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં બદલી કરાઈ છે. મિલિંદ તોરવણેને પંચાયતો, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

જેનુ દેવનને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમજ રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમ ઓફ ગુજરાત લિમિટેડના MD તરીકે બદલી કરાઈ છે. જૂનાગઢ મનપા કમિશનરને રાજકોટ કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમપ્રકાશ બન્યા છે. જ્યારે તેજસ પરમાર જૂનાગઢના નવા મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે આશિષ કુમાર ગાંધીનગરના આદિજાતિ વિકાસ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે.

સુપ્રીત સિંહ ગુલાટી IASની બદલી થયા બાદ, આશિષ કુમાર, આગામી આદેશ સુધી D-SAG  ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદનો વધારાનો હવાલો સોપાયો. ડાંગ-આહવા જિલ્લા વિકાસ અધિકારી સુથાર રાજ રમેશચંદ્રની બદલી કરવામાં આવી છે. તેમને નર્મદા-રાજપીપળા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અંકિત પન્નુની જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે પાટિલ આનંદ અશોકને ડાંગ-આહવાના જિલ્લા વિકાસ અધિકારી પદનો વધારાનો હવાલો સોપાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!