સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન આજે સોમવારે (30 જૂન) છેલ્લા 12 કલાકમાં 132 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

જેમાં સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 109 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.

132 તાલુકામાં વરસાદ:રાજ્યમાં આજે (30 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં 2.48 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 2.36-2.36 ઇંચ, જામનગરના કાલાવાડમાં 2.32 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 2.13 ઇંચ,

કચ્છના મુંદ્રામાં 1.97 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.81 ઇંચ અને ભાનવડમાં 1.77 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.73 ઇંચ, રાજકોટના લોધિકામાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.54 ઇંચ, જૂનાગઢના વંથલી અને જામનગરના જોડિયામાં 1.46-1.46 ઇંચ, રાજકોટના ગોંડલમાં 1.38 ઇંચ, સુરતના ઉમરપાડા, જામનગરના ધ્રોલ, કચ્છના માંડવી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જેતપુર તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

























