ભૂકંપ હોય કે, પછી બ્લાસ્ટ હોય… કે પછી આગકાંડ હોય, પરંતું ગુજરાતની ધરતી પર સતત મોટી દુર્ઘટનાઓ બની રહી છે
ગજરાતને જાણે કોઈકની નજર લાગી હોય એમ છેલ્લાં કેટલાક સમયથી હૈયુ હચમચાવી દે તેવી દુર્ઘટનાઓનું ભોગ બનવું પડી રહ્યું છે. કેટલીકવાર એ કુદરતી આપત્તિ હોય કે ક્યારેક માનનિર્મિત દુર્ઘટના હોય. પણ સંખ્યાબંધ લોકો, જીવલેણ દુર્ઘટનાના ભોગ બનીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સરકાર કે સત્તા વળતર આપીને છુટી થઈ જતી હોય છે. પરંતું જેમણે પોતાના સ્વજનો આવી દુર્ઘટનામાં ગુમાવ્યા છે, તેમનું દર્દ ક્યારેય ઓછું થઈ શક્તુ નથી. ક્યાંક બેદરકારી છે, તો ક્યાંક સરકારી નિયમોની લીપાપોતી છે. તો ક્યાંક વગદારોની મનમાની પણ છે. ક્યાંક મોટા લોકોની મનમાની કામ કરે છે. સરવાળે તમારા મારા જેવા પરિવારજનોને ભોગ બનવાનું આવે છે.

આજે પણ તક્ષશીલા ટ્યુશન ક્લાસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોની મરણ ચીચીયારી આજે પણ ભૂલી શકાતી નથી. તક્ષશિલા ઘટના બની હતી ત્યારે સંયોગવશ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ હતા, આજે જેમણે જીવ ગુમાવ્યો છે. પરંતુ ગુજરાત સતત આવી ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. ગુજરાતની ધરતી લોહીથી ખરડાઈ રહી છે. નિયમિત રીતે આ ઘટના બની રહી છે. આ ઉપરાંત ભૂકંપ અને બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓનુ પણ સાક્ષી આ ધરતી રહી છે.

છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમા બનતી દુર્ઘટનાઓ પર નજર કરીએ તો…
તક્ષશિલા અગ્નિકાંડ – 22 મોત
24 મે, 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 6 વર્ષ પૂર્ણ થયાં છે. જોકે, આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી.

વડોદરા બોટકાંડ – 14 મોત
18 જાન્યુઆરી, 2024 ના રોજ વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
મોરબીકાંડ – 135 મોત
સરકારી આંકડા અનુસાર, મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

રાજકોટ ગેમઝોન આગકાંડ – 27 મોત
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ 25 મે, 2024 ના રોજ બન્યો હતો. આ અગ્નિ કાંડમાં 27 લોકો તે રીતે ભડથું થયા હતા કે તેમની લાશની ઓળખ કરવા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશ
રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર તમામ 240 મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં બે મુસાફરોનો બચાવ થયો છે. પરંતુ મોતનો આંકડો 300 થી વધુએ પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. NCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની હતી.






















