HomeAllગુજરાત માટે ઐતિહાસિક દિવસ: કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન બન્યું અમદાવાદ

ગુજરાત માટે ઐતિહાસિક દિવસ: કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન બન્યું અમદાવાદ

મિનિ-ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ અમદાવાદમાં. પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે.

ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિ-ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં મહત્વની મિટિંગ હતી. જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં હાજર રહ્યું હતું.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી એક બેઠકમાં 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદને યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ યજમાની ભારત માટે પણ ખાસ છે કારણ કે 2030 કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ પણ ઉજવશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાનીમાં બે દાયકા પછી ભારતમાં પરત ફર્યું છે. છેલ્લી કોમનવેલ્થ ગેમ્સ 2010માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ અમદાવાદમાં

અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.

રમતવીરોને નવી ઉડાન મળશે: ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવી આપણા સ્પોર્ટ્સ સેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય ક્ષમતાની મોટી ઓળખ છે. ગુજરાતમાં તેનું આયોજન આપણા બધા માટે ગર્વની બાબત છે. આનાથી રમતવીરોને નવી ઉડાન મળશે. રાષ્ટ્રીય સ્તરે આ પહેલ બહોળા દૃષ્ટિકોણ સાથે જોડાયેલી છે.

કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે: સી. આર. પાટીલ

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જોઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે.

ગુજરાતના યુવાનોને મોટામાં મોટો લાભ મળશે: નરહરિ અમીન, સાંસદ

ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. કોમેનવેલ્થ 2030ની યજમાનીના લીધે રાજ્યના નાના-ઉદ્યોગોને પણ મહત્ત્વ મળશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. ગુજરાતના યુવાનોને મોટામાં મોટો લાભ મળશે.

નવ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે

કોમનવેલ્થ સ્પોર્ટએ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે.

ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું

ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું.

યજમાની માટે ભારતના પ્રયાસ

29 જાન્યુઆરી 2025: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક મળી

7 જૂન 2025: હર્ષ સંઘવી, પી ટી ઉષા અને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ કોમનવેલ્થ સ્પોર્ટ્સના પદાધિકારીઓ સાથે લંડનમાં બેઠક કરી

27 ઓગસ્ટ 2025: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી

29 ઓગસ્ટ 2025: ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા પ્રયોઝલ મુક્યું

23 સપ્ટેમ્બર 2025: નાયબ મુખ્યમંત્રી અને IOAના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં એક ડેલિગેશનને CWGની કમિટી સમક્ષ અમદાવાદનો પ્રસ્તાવ રાખ્યો

15 ઓક્ટોબર 2025: કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યૂટિવ બોર્ડે યજમાન શહેર તરીકે અમદાવાદની ભલામણ કરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!