
ઓપરેશન સિંદૂર બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. એવામાં હવે અરબ સાગરમાં હલચલ વધવાની છે. ભારત અને પાકિસ્તાનની નૌસેના એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે. બંને દેશોની નૌસેનાએ ડ્રિલ પહેલા નેવિગેશન એરિયા વોર્નિંગ પણ જાહેર કર્યું છે.

ભારત અને પાકિસ્તાન બંને દેશોની નૌસેના પોતપોતાના દેશની સરહદમાં સબ સરફેસ ફાયરિંગ ડ્રિલ કરશે. વોર્નિંગ જાહેર કરીને મરીન ટ્રાફિકને ડ્રિલવાળા વિસ્તારથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.

ભારતીય નૌસેનાએ ત્રણ નેવિગેશન એરિયા વોર્નિંગ આપી

ઓખા તટ નજીક 11 ઓગસ્ટે સવારે 11.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ફાયરિંગ ડ્રિલ કરાશે
12 ઓગસ્ટે પોરબંદર તટ નજીક રાત્રિના રાત્રિના 12.30 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી ફાયરિંગ ડ્રિલ કરાશે


















