HomeAllગુજરાત પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર : 37 IPS અધિકારીઓની બદલી

ગુજરાત પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર : 37 IPS અધિકારીઓની બદલી

અમદાવાદ : ગુજરાત સરકારે આજે વહેલી સવારે રાજ્યના પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફારો કરતા 37 ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરી છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ આ તમામ ફેરફારો જાહેર હિતમાં તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા છે. લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા કેટલાક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાતા પોલીસ તંત્રમાં નવી ઉર્જા આવવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને બે મહિનાના વેઇટિંગ બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે CBIમાં લાંબા સમય સુધી ડેપ્યુટેશન પર રહેલા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જના IG તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ મહત્વના ફેરફારો કરતા એ.જી. ચૌહાણને જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં મહેન્દ્ર બગડિયા અને કરણરાજ વાઘેલાને એડિશનલ પોલીસ કમિશનર તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે જ હિતેશ જોયસરને ગાંધીનગર ઇન્ટેલિજન્સ વિભાગમાં DIG તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિધિ ચૌધરીને પંચમહાલ ગોધરા રેન્જના IG તરીકે, નિલેશ જાજડીયાને વડોદરા શહેરના જોઈન્ટ CP તરીકે તથા સરોજ કુમારીને વડોદરા DIG (જેલ) તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ રેન્જમાં નિર્લિપ્ત રાયને IG તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે અશોક કુમાર યાદવને રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આ ફેરફારોને પગલે પોલીસ તંત્રમાં વહીવટી ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બદલીઓમાં મુખ્ય નિમણૂકો અને ફેરફારો નીચે મુજબ છે
► શમશેર સિંઘને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP), સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક (નોંધઃ તેઓ આ મહિને જ નિવૃત્ત થશે).
► રાજકોટ રેન્જમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી ચૂકેલા IG અશોક કુમારને ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના વડા તરીકે મુકાયા છે.
►ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના IGPનો વધારાનો ચાર્જ સોંપાયો.


► IPS ગૌતમકુમાર પરમારને IG, CID ક્રાઇમ તરીકે નિમણૂક, તેઓ હાલ ભાવનગર રેન્જ આઇજી છે.
► રાઘવેન્દ્ર વત્સ જે હાલ જોઇન્ટ પોલીસ કમિશન સુરત (ક્રાઈમ) છે તેમને IG, અમદાવાદ રેન્જની જવાબદારી સોંપાઈ છે.
► જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જજડિયાને વડોદરા શહેરના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP – સેક્ટર 2, ક્રાઈમ) તરીકે બદલી કરાઈ છે.
► બિપિન આહિરને IG, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ.
► પી.એલ. મલનીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી.
► અમદાવાદ શહેરના જેસીપી ટ્રાફિક એન.એન. ચૌધરીને સ્ટેટ IBમાં બદલી.
► એ.જી. ચૌહાણને JCP ટ્રાફિક, અમદાવાદમાં બદલી.
► પંચમહાલ ગોધરા રેન્જના આઇજી આર. વી. અસારીને ભાવનગર રેન્જ આઇજીની જવાબદારી સોંપાઈ


► સુરત જેસીપી કે.એન. ડામોરને CID ક્રાઇમમાં બદલી કરાઈ.
► મકરંદ ચૌહાણને પ્રમોશન સાથે ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાના ડીઆઇજી તરીકે બદલી કરાઈ.
► પરીક્ષિતા રાઠોડને બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી.
► અમદાવાદ એડિશનલ સીપી વિધિ ચૌધરીને પંચમહાલ ગોધરા રેન્જ આઇજી તરીકે બદલી કરાઈ.
► વિશાલકુમાર વાઘેલાને સ્ટેટ મોનીટરિંગ સેલમાં ડીઆઇજી તરીકે બદલી અને પોલીસ ભરતી બોર્ડનો વધારાનો ચાર્જ સંભાળશે.
► વડોદરાના એડિશનલ સીપી (ક્રાઈમ) લીના પાટીલને પ્રિન્સીપાલ, ગુજરાત પોલીસ એકેડમી કરાઈ તાલીમ શાળા ખાતે બદલી.


► સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી અને કડક અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઇજી તરીકે જવાબદારી સોંપાઈ
► દીપકકુમાર મેઘાણીને ACBમાં જોઇન્ટ ડાયરેક્ટર.
► રાજકોટના એડિશનલ સીપી મહેન્દ્ર બગરિયાને જોઇન્ટ પોલીસ કમિશનર (સેક્ટર 2) સુરત તરીકે બદલી.
► હિતેશ જોઈશરને IBમાં મુકાયા.
► ડો. તરૂણ દુગ્ગલને એડિશનલ કમિશનર, અમદાવાદ શહેર (એડમિન).
► ચૈતન્ય માંડલિકને રાજકોટ શહેર એડિશનલ કમિશનર, ક્રાઇમ અને ટ્રાફિક.
►સરોજ કુમારીને DIG, જેલ વડોદરા.


► રાજેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ રેન્જ આઇજી તરીકે બદલી અને સાથે પોલીસ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલનો વધારાનો હવાલો.
► આર. પી. બારોટને DIG, જેલ અમદાવાદ.
► ડો. જી.એ. પંડ્યાને DIG, જેલ રાજકોટ.
► આર. ટી. શુશ્રાને સ્પેશિયલ બ્રાન્ચ, અમદાવાદ.
► સુધા પાંડેને DIG, હથિયારી એકમ વડોદરા.
► સુજાતા મજમુદારને DIG, હથિયારી એકમ ગાંધીનગર.


► ગાંધીનગરમાં આઇબીમાં ડીઆઇજી ડો. સુધીર દેસાઈને એડિશનલ કમિશનર, વડોદરા શહેરમાં મુકાયા.
►રાજ્યપાલના એડીસી બલરામ મીણાને એડિશનલ પોલીસ કમિશનર, સુરત ખાતે મુકાયા
► ડો. કરણરાજ વાઘેલાને JCP ક્રાઇમ, સુરત.
► એસ. વી. પરમારને JCP ટ્રાફિક, સુરત.


► એ. એમ. મુનિયાને DIGP, કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ અને કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ.
► મયુર પાટીલને DCP ઝોન 8, અમદાવાદ.
► વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા.
► આ બદલીઓ રાજ્યના મુખ્ય શહેરો અને રેન્જમાં કાયદો-વ્યવસ્થા,

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!