HomeAllગુજરાત વિજ વિભાગ એન્જીનિયર્સ એસોસીએશનનું ૨૭મું ત્રિવાર્ષિક અધિવેશન જુનાગઢમાં ૨૭–૨૮ ડિસેમ્બરે યોજાશે

ગુજરાત વિજ વિભાગ એન્જીનિયર્સ એસોસીએશનનું ૨૭મું ત્રિવાર્ષિક અધિવેશન જુનાગઢમાં ૨૭–૨૮ ડિસેમ્બરે યોજાશે

ગુજરાત વિજ વિભાગનાં એન્જીનીયર્સ એસોસીએશનનું ૨૭મું અધિવેશન જુનાગઢ ખાતે યોજાશે સરકારનાં પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ઈજનેરોનાં અધિવેશનમાં થશે ઠરાવો, નવા ત્રિવાર્ષિક સમયની કોર કમીટીની થશે રચના

ગુજરાત રાજ્યનાં વિજ વિભાગનાં એન્જીનીયર્સ એસોસીએશન એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કંપની GETCO, GSECL, PGVCL, DGVCL, MGVCL ने UGVCL તમામ કંપનીઓમાં કામ કરતા વીજ ઈજનેરો જુનિયર ઈજનેર થી લઈને ચીફ ઈજનેર સુધીના મેમ્બરો મળીને અંદાજે સાત હજારથી વધુ સભ્યો આ એસોસીએશન સાથે જોડાયેલા છે. અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૬ થી ૨૦૨૮ દરમ્યાનનાં સમયગાળા માટે GEBEA સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

ગુજરાત ઈલેકટ્રીક બોર્ડ એન્જીનીયર એશોસીયેશનનું ૨૭મું ત્રિ-વાર્ષિક અધિવેશન જુનાગઢ ખાતે જુના બાયપાસ રોડ ઊપર ધોરાજી ચોકડી નજીક આવેલ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જોષીપરાની વિશાળ જગ્યામાં આગામી ૨૭ થીર૮ ડિસેમ્બરે યોજાનાર છે. અધિવેશનમાં ગુજરાત ભરમાંથી પાંચ હજારથી વધુ ઈજનેરો પરિવાર સાથે ઉપસ્થિત રહેનાર છે.

GEBEAના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે સંપૂર્ણ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્યકક્ષાના ઊર્જામંત્રી  કૌશિકભાઈ વેકરીયા, ઉપરાંત જુનાગઢના સાંસદ, ધારાસભ્યો અને મેયર, તેમજ અન્ય અગ્રણીઓ ઉપરાંત ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ GUVNLના મેનેજીંગ ડીરેકટર  અને તમામ ઉચ્ચ અધિકારીઓ અને તમામ સંલગ્ન કંપનીઓના મેનેજીંગ ડાયરેક્ટરો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ માટે જુનાગઢ GETCO અને PGVCLના અધિકારીઓ દ્વારા દરેક વિભાગની કમિટીઓ નીમવામાં આવેલ છે. જેમાં એકઝીક્યુટીવ કમિટી તેમજ તેની નીચે ૨૦ જેટલી અન્ય કમિટીઓની રચના કરવામાં આવેલ છે. અધીવેસન બે દિવસ ચાલનારૂ હોય જેમાં તારીખ ૨૭ ડીસેમ્બર ના રોજ GEBEA મેમ્બર તથા અધિકારીઓ બપોરના ૩ કલાકથી સેન્ટ્રલ મેનેજીંગ કમિટીની મીટીંગ મળશે જેમાં GEBEA ને લગતા વિવિધ ઠરાવો પસાર થશે.

રાત્રી ભોજન બાદ સંગીત સંધ્યા યોજાશે તા.૨૮ ડીસેમ્બરના રોજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઊર્જામંત્રી કેબીનેટ અને રાજ્યકક્ષાના તેમજ GEBEA ના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા તેમજ આમંત્રિત રાજકીય મહેમાનો તેમજ ઉચ્ચ અધિકારીઓ અને GEBEA કોર બોડીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ થશે. ત્યારબાદ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી GEBEA જનરલ બોડી મીટીંગમાં GEBEAની કામગીરીની ચર્ચા વિચારણા તેમજ GEBEA ના બંધારણ ને લગતા સુધારા વધારા વગેરે ઠરાવો કરવામાં આવશે.

અને ત્યારબાદ નવી કોર બોડી તેમજ સેન્ટ્રલ મેનેજીંગ કમિટીના સભ્યો ગુજરાત ભરની તમામ વીજ કંપનીઓ માંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોનું લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે. અને મુખ્ય ચુંટણી અધિકારી ચૂંટણીનું પરિણામ જાહેર કરશે. અને તેમાંથી ચૂંટાયેલા ઉમેદવારો આગામી ૨૦૨૬ થી ૨૦૨૮ સુધી GEBEA સંગઠનનું નેતૃત્વ કરશે. આ ગુજરાતનું સૌથી મોટું ઓફીસર્સ એસોસીએશનનું અધિવેશન હાઈટેક ટેકનોલોજી દ્વારા આયોજીત થઇ રહ્યુ છે. રાજકોટ ઝોનલ નીચે આવતા GETCOના તમામ સર્કલો તેમજ PGVCLના તમામ સર્કાલોમાંથી ઈજનેરોની પણ આ કમિટીમાં કામગીરી માટે સહયોગ લેવાઈ રહ્યો છે. તેવું GEBEAના સેક્રેટરી જનરલ એચ.જી. વધાસિયાની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!