રાજયમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ સાથે વાત કરી

રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા વિવિધ વિસ્તારોમાં સટાસટી બોલાવી રહયા છે. ત્યારે રાજય સરકાર દ્વારા ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ સાથે ટેલીફોનીક વાતચીત કરી ગુજરાતમાં વરસાદની સ્થિતિ જાણી હતી. અમિતભાઇએ જણાવેલ કે, હાલ રાજયમાં એનડીઆરએફની ટીમો પુરતા પ્રમાણમાં તૈનાત છે. જો જરૂર પડશે તો વધુ ટીમો પણ મોકલવામાં આવશે.

આ અઠવાડીયામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે. ત્યારે ગૃહમંત્રી શાહે સ્થિતિ જાણી હતી.


























