
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 6 મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકા અને પંચાયત માટેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 6 મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકા અને પંચાયત માટેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ તરફથી પણ જરૂરી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે જ્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

માહિતી અનુસાર 27થી 31 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. આ વખતે સ્થાનિય સ્વરાજની ચૂંટણી બે તબ્બકામાં યોજાઇ શકે છે. રાજ્યમાં 6 મહાનગરપાલિકા સાથે 9 નવી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે જેના કારણે ચૂંટણીનું મહત્વ વધુ વધી ગયું છે.

30 એપ્રિલે મહાપાલિકા અને નગરપાલિકાનું મતદાન યોજાઈ શકે છે, તો બીજી તરફ 3 મેના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતનું મતદાન થઈ શકે છે. આ ઉપરાંત 5 મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થવાની શક્યતા છે.

તે ઉપરાંત 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે.

ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા, ઉમેદવારો પસંદ કરવા અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.















