
ગુજરાતના હવામાનમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેવું જ થયું છે, રાજ્યમાં માવઠાના વરસાદે ખેડૂતોને પરેશાન કરી મૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા ટૂંકાગાળાની આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભરઉનાળે જાણે ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગુજરાત સહિત દેશના હવામાનમાં પાછલા 48 કલાકમાં મોટો પલટો આવ્યો છે. ગુજરાતમાં આજે જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને કચ્છ સહિતના ભાગોમાં વરસાદની સાથે કરા પડવાની પણ ઘટનાઓ બની છે.

કેટલાક વિસ્તારોમાં તો ચોમાસા જેવો માહોલ બન્યો છે અને વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતાતૂર બન્યો છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ટૂંકાગાળાની આગાહી કરવામાં આવી છે

તેમાં 10 વાગ્યા સુધીમાં રાજ્યના તમામ ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા થવાની પણ સંભાવનોઓ વ્યક્ત કરવામાં આવી છે. (ફાઈલ તસવીર)

હવામાન વિભાગે 7થી 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં 7 જિલ્લાઓમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતાઓ છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. (Photo Credit: IMD)

જ્યાં પવનની ગતિ 62થી 87 (ઝાટકાના પવન) કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે. આ સાથે આ ભાગોમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતાઓ 60% જેટલી વ્યક્ત કરવામાં આવી છે. (Photo Credit: IMD)

આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ સહિત તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં 5-15 મિલિ મીટર વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ રહી શકે છે. (ફાઈલ તસવીર)

જ્યારે ઓરેન્જ એલર્ટ સાથે ટૂંકાગાળાની આગાહી કરવામાં આવી છે તેમાં વીજળીઓ થવાની સંભાવનાઓ 30થી 60% જેટલી વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. (ફાઈલ તસવીર)

હવામાન વિભાગે આજના દિવસ માટે વરસાદનું જોર વધુ રહેવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગો માટે વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. (ફાઈલ તસવીર)












