HomeAllગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે હાલમાં 5 વાગ્યે આ ચૂંટણી માટેની આખરી મતદાર યાદી સાથે ચૂંટણીની તારીખો જાહેર કરી છે.

જે અનુસાર 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની અને 34 જિલ્લા તથા 260 તાલુકા પંચાયત પર આગામી 26 એપ્રિલે સવારના 7થી સાંજના 6 મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી થશે તેવી માહિતી રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલી કૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની તારીખો
આ ચૂંટણી માટે આગામી 6 એપ્રિલ, 2026(સોમવારે) જાહેરનામું પ્રસિદ્ધ થશે. જે બાદ તારીખ 11 એપ્રિલ, 2026(રવિવાર) સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. 13 એપ્રિલ, 2026( મંગળવારે) ફોર્મની ચકાસણી થશે અને જો કોઈ એ ઉમેદવારી પરત ખેંચવી હોય તો તારીખ: 15 એપ્રિલ, 2026(ગુરુવારે) ઉમેદવારી પરત ખેંચી શકશે.

બાદમાં 26 એપ્રિલને રવિવારે (સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી) મતદાન યોજાશે અને 28મી એપ્રિલ, 2026ને મંગળવારે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આ 30 એપ્રિલ, 2026 સુધીમાં એટલે કે એક જ મહિલામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન રાજ્ય ચૂંટણી આયોગે કર્યું છે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત

મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)

જિલ્લા પંચાયત: 34

તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)

નગર પાલિકા: 84

મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700

આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ

ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026

મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

કેટલી બેઠકો પર ચૂંટણી?

15 મહાનગરપાલિકા: 1044 બેઠકો

84 નગરપાલિકા: 2632 બેઠકો

260 તાલુકા પંચાયત: 5271 બેઠકો

34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો

કુલ બેઠકો: 10,039 બેઠકો

નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી

ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

OBC અનામતનું નવું સમીકરણ

આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

વહીવટદારોના શાસનનો આવશે અંત

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments