HomeAllગુજરાતમાં વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના પ્રારંભ થયેલી ૧૮૧ અભયમ’ સેવાને...

ગુજરાતમાં વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના પ્રારંભ થયેલી ૧૮૧ અભયમ’ સેવાને ૧૨ વર્ષ પૂર્ણ

વિશ્વ મહિલા દિને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી સેવાનો પ્રારંભ થયો હતો. ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

. મોરબી જિલ્લામાં ૧૨ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૩૧૨૪૫ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન,માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પડાઈ છે. ૧૮૧‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇને ૬૮૬૬ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫માં ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૭૦૮ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને મદદ પૂરી પાડી હતી. જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૩૯૬ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. ૩૦૦ જેટલા કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


છેલ્લા ૧૨ વર્ષમાં રાજ્યમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી હતી. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળપર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે. આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે.

રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા ‘૧૮૧ મોબાઈલ એપ’ માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે.


ખેલ મહાકુંભનાં ૨૦૨૫-૨૬માં સંસ્કરણમાં મોરબી જિલ્લા કક્ષાએ અનેક ખેલાડીઓ વિજેતા થયેલ છે. આવા વિજેતા ખેલાડીએ રોકડપુરસ્કારનાં ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી ખાતે જમા કરવવાના બાકી હોય તો તેવા તમામ વિજેતા ખેલાડીઓએ તા.૦૯-૦૩-૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલની સામે,સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ જિ.મોરબી ખાતે જમા કરવાના રહેશે. નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓ ને જ ધ્યાનમાં લેવામાં આવશે. સમય મર્યાદા બાદ રોકડ પુરસ્કાર બાબતે કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની તમામ શાળાઓ, આચાર્યઓ, શિક્ષકઓ, ખેલાડીઓએ ખાસ નોંધલેવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!