
મોરબી: ગુજરાતની એક માત્ર પોતાની કિડ્સ ફેશન બ્રાન્ડ તરીકે ઓળખાતી ‘ટ્રૂમ્સ – ધ હાઉસ ઓફ કિડ્સ વેર’ ની મોરબી શહેરમાં 19મી બ્રાંચનો ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ યોજાયો હતો. આ નવા શોરૂમનો શુભારંભ રવિવારે સવારે 11:00 કલાકે ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યો હતો.

મોરબીના રવાપર રોડ સ્થિત જલારામ સોસાયટી, વીવી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શરૂ થયેલી આ નવી બ્રાંચમાં ન્યૂ બોર્નથી લઈને 12 વર્ષ સુધીના બાળકો માટે આધુનિક, આકર્ષક અને ગુણવત્તાયુક્ત વસ્ત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને કિડ્સ ફેશન માત્ર ₹140 થી શરૂ થતી હોવાથી ગ્રાહકોમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું.

શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે રંગબેરંગી સજાવટ, બલૂન ડેકોરેશન તથા બાળકોને આનંદ આપતા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રૂમ્સ બ્રાન્ડ દ્વારા 100% સ્વદેશી ઉત્પાદનો સાથે ગુણવત્તા અને ટ્રેન્ડી ડિઝાઇન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, પાટણ, આણંદ, મોડાસા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં સફળ બ્રાંચો બાદ હવે મોરબીમાં 19મી બ્રાંચ શરૂ થતા શહેરના ગ્રાહકોને પ્રીમિયમ કિડ્સ વેરનો લાભ સ્થાનિક સ્તરે મળી રહેશે.

આ પ્રસંગે સંચાલકો દ્વારા મોરબી શહેરના ગ્રાહકોનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ ગુણવત્તા અને વાજબી કિંમતે બાળકોના વસ્ત્રો ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.












