

તા. ૧૦-૦૭-૨૦૨૫, બુધવાર – વાંકાનેર: ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે આરાધ ચેરિટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા વાલ્મિકી સમાજના વિધાર્થી બાળકોને શિક્ષણ સહાયરૂપ વિધ્યા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત સંતશ્રી કુંદનદાસ બાપુએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપતા પ્રવચન આપ્યાં હતાં. સાથે સાથે પારસ વાઘેલા, ઋતિક સારેશા અને નયન ઝાલા જેવા યુવા આગેવાનો પણ હાજર રહ્યા હતાં.

અનુસૂચિત જાતિમાં શિક્ષણના પ્રસાર માટે સતત પ્રયાસ કરનાર આરાધ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સતત 3જા વર્ષનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ યજ્ઞ દ્વારા સમાજના બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહન મળ્યું છે અને ભવિષ્યમાં વધુ બાળકો શિક્ષણ સાથે જોડાય તે માટે આ યત્ન સરાહનીય બની રહેશે. (રિપોર્ટ : અજય કાંજીયા)



























