
Google AI Photo: ગૂગલના ડીપમાઇન્ડ દ્વારા તેમના AIમાં એક નવું ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર માણસની જેમ જ ફોટોને અરેન્જ કરશે. આ AI હવે દરેક ફોટો માટે નવી કેટેગરી બનાવશે અને જે-તે ફોટોને એમાં રાખશે. તેમ જ થોડા કોમ્પ્લેક્સ ફોટો હોય કે કઈ કેટેગરીમાં રાખવો એ ન સમજાતું હોય તો એવી પરિસ્થિતિમાં પણ AI ખૂબ જ સારી રીતે કામ કરશે. માણસ જે રીતે ફોટોને જુએ છે એ કનેક્શન પહેલાં AIમાં નહોતું.

AI કેવી રીતે શીખ્યું?
આ માટે રિસર્ચર્સ દ્વારા વિઝન મોડલને ફાઇન-ટ્યુન કરવામાં આવ્યું છે. માણસ દ્વારા ઘણાં ફોટોઝમાંથી એક કેવી રીતે પસંદ કરવામાં આવે છે અને એ પસંદગી દ્વારા AIને ટ્રેન કરવામાં આવ્યું છે. આ માટે એક ખૂબ જ મોટો ફોટોઝનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો હતો જેને ગૂગલ ડીપમાઇન્ડ દ્વારા THINGS કહેવામાં આવી રહ્યું છે.

આ દ્વારા તેમણે એક AlignNet તૈયાર કર્યું છે. એમાં ફોટોઝને કેવી રીતે પસંદ કરવા અને માણસની જેમ કેવી રીતે કામ કરવું એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ એના દ્વારા અન્ય AI મોડલને ટ્રેન કરવામાં આવ્યા અને એની મદદથી હવે AI માણસની જેમ ફોટોને અરેન્જ કરી રહ્યું છે.

ફાયદા અને ગેરફાયદા
AIના હવે આ નવા ફીચરના કારણે ફાયદા તો ઘણાં છે. યુઝરે હવે તેના ફોટોને અલગ અલગ ફોલ્ડરમાં ગોઠવવા નહીં પડે. તેમ જ શોધવા પણ નહીં પડે. કમાન્ડ આપતાં AI હવે એ શોધી આપશે. આથી માણસનું કામ હવે ઘણું ઓછું થઈ ગયું છે. જોકે આ ફાયદાની સાથે એક ગેરફાયદો પણ છે.

AI જે રીતે મનુષ્યની જેમ વિચારીને ફોટો ગોઠવે છે ત્યારે મનુષ્ય જે રીતે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી શકે છે એ જ રીતે આ AI પણ નજરઅંદાજ કરે એના ચાન્સ ખૂબ જ વધુ છે.



















