ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર તથા ચેનલ હેડ શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ છે. તેઓ પત્રકારત્વની સાથે સાથે એક સજાગ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકર, અને પત્રકાર એકતા સંગઠનના સક્રિય સભ્ય તરીકે જાણીતા છે.સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં પોતાની વિશિષ્ટ ભુમિકા તથા લોકહિતમાં કરેલી કામગીરીથી તેમણે વિશાળ લોકચાહના મેળવી છે. તેમનો નિડર, નિષ્પક્ષ અને પ્રભાવશાળી પત્રકારત્વ આજે અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.શરાફુદીન માથકીયાને તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સગાં-સંબંધીઓ, પત્રકારમિત્રો, સહકર્મીઓ અને સ્નેહીજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






























