HomeAllઅમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું...

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા, એકનું મોત

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (15 જૂન) અમરેલીના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂત પિતા-પુત્ર તણાયા

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સાવરકુંડલાના જાબાળ ગામે ખેડૂત પિતા-પુત્ર બળદ ગાડું લઈને આવતા હતા, આ દરમિયાન ભારે વરસાદને લઈને થોરાળી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં મુકેશ અને લાલજીભાઈ બરવાળીયા પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જોકે, આ મામલે સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગની મદદથી મુકેશ નામના યુવકને બચાવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં લાલજી બરવાળીયાનું મોત નીપજતા મૃતદેહને  પીએમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ મોકલવામાં આવ્યો હતો.

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!