HomeAllહવે ચાર દિવસ ‘મોજ’; મેળાથી માંડીને ફરવાના સ્થળોએ મહેરામણ ઉમટશે

હવે ચાર દિવસ ‘મોજ’; મેળાથી માંડીને ફરવાના સ્થળોએ મહેરામણ ઉમટશે

જન્માષ્ટમીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી અને જન્માષ્ટમી માટે આજે બહેનો અવનવી વાનગીઓ બનાવશે. આજ થી ચાર દિવસ લોકો હવે જન્માષ્ટમીનો પર્વ ઉજવાશે.

આજથી મોરબી, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મેળાઓ જમશેઝ રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો શરૂ થઈ ગયો છે. જેમાં હજારો લોકો મુલાકાત લેશે અને મેળાની મોજ માણશે. તહેવાર શરૂ થતા જ બજારમાં પણ જન્માષ્ટમી તહેવારની રોનક જોવા મળી રહી છે.

આજથી ઉદ્યોગો પણ બંધ રહેશે આજથી ઉદ્યોગ અને માર્કેટ યાર્ડમાં પાંચ દિવસની રજા પડશે. જન્માષ્ટમીમાં એક સાથે પાંચ દિવસની રજા મળતી હોવાથી લોકો વિવિધ પર્યટન સ્થળોએ ફરવા નીકળી પડે છે.

આજથી લોકો હરવા ફરવા નીકળી પડશે. જેને કારણે મોટા ભાગના સ્થળોએ લોકોની ભીડ જોવા મળશે. રાજકોટના લોકો આ વખતે ધાર્મિક સ્થળો દ્વારકા, ડાકોર, સોમનાથ, સાસણ ગીર, હિલ સ્ટેશન માં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઉદયપુર કુંબલગઢ જેવો અનેક સ્થળોએ લોકો ઉમટી પડશે.

જન્માષ્ટમીમાં ફેમિલી ટુર માટે દ્વારકા, ડાકોર, સોમનાથ, સાસણ ગીર, હિલ સ્ટેશનમાં સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નાથદ્વારા, ઉદયપુર કુંબલગઢ, મહાબળેશ્વર જશે. તેમજ આંતરરાષ્ટ્રીય ટુર માટે બાલી, વિયેતનામ, સિંગાપોર મલેશિયા લોકોનું ફેવરિટ સ્થળ બન્યું છે.

આજે રાંધણ છઠ થી તા. 18 સુધી રાજકોટમાં લોક મેળો યોજાશે. પાંચ દિવસ લોકો મેળાની ભરપૂર મજા લેશે. અંદાજે 1700 પોલીસ સુરક્ષા વચ્ચે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે લોકોને ખાણી પાણી સાથે રાઈટની મજા પણ મળશે. કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવામાં આવ્યા છે. આજ થી રાજકોટ જન્માષ્ટમી તહેવારની ઉજવણી શરૂ થશે જેને પગલે અનેક સ્થળોએ પંડાલ લગાવવા આવ્યા છે.જેમાં કૃષ્ણની મૂર્તિ સાથે અનેક આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

આજે સાતમની ઉજવણી કરવામાં આવશે. જેમાં શીતળા માતાજીની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ શનિવારે ભાગવત શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણાં કરવામાં આવશે.

અનેક મંદિરોમાં રાત્રે 12 કલાકે મટકી ફોડના આયોજનો કરવામાં આવ્યા છે. હજારો ભક્તો મંદિરોમાં ઉમટી પડશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરશે.

જન્માષ્ટમી નિમિત્તે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ ફ્લોટમાં ભાગવતના દર્શન થશે. આજે મેળો શરૂ થતાં રાતે લોકો ઉમટી પડશે.

આજથી શાળાઓ કોલેજો અને ઓફિસોમાં રજા પડી જતી હોવાથી લોકો આજથી જ ફરવા નીકળી પડશે. આજે સવારે થી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!